________________
૧૯
સાતમી પ્રભા દૃષ્ટિ સાતમા ગુણસ્થાનક સુધી રાગદશા હોવાથી સરાગસંયમ કહેવાય છે. તે જ વચનાનુષ્ઠાન છે. જો કે આ સર્વે અનુષ્ઠાનો ઉપકારક છે. મુક્તિદાયક પણ છે જ. પરંતુ પ્રશસ્ત એવો પણ આંશિક રાગ હોવાથી અને તો તે રાગ છોડવા જેવો જ છે. પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે ભલે સોય નાખી, પરંતુ અંતે તો સોય એ પણ કાઢી નાખવા જેવી જ છે. એમ સમજીને વિશિષ્ટ કોટિના અપ્રમત્ત ગુણઠાણે તથા ક્ષપકશ્રેણીકાલે ધર્માનુષ્ઠાનો ઉપરનો અને ઉપકારી પુરુષોની ઉપરનો રાગ પણ ત્યજવો જ પડે છે. તેથી અહીં સાતમી દૃષ્ટિમાં જે જે ધર્માનુષ્ઠાનો સેવે છે તે સને શાસ્ત્રોમાં “અસંગ અનુષ્ઠાન” કહેવાય છે. આ અસંગાનુષ્ઠાનના પ્રતાપે જ શાસ્ત્રયોગમાંથી સામર્થ્ય યોગ તરફ આ આત્મા જાય છે.
- વચનાનુષ્ઠાન દ્વારા નિરંતર અભ્યાસ રૂપે કરાયેલાં ધર્માનુષ્ઠાનોમાંથી રાગાદિની પરવશતાને દૂર કરીને મુમુક્ષુ મહાત્માઓ તે જ કરણીને અસંગાનુષ્ઠાન સ્વરૂપ બનાવે છે. પ્રવૃત્તિ ગમે તેટલી સારી અને ઉચ્ચકોટિની હોય, પરંતુ રાગાદિયુક્ત જો હોય તો તે અસંગાનુષ્ઠાનમાં ગણાય નહીં.
અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે ભોગી આત્માને જેમ જેમ સારી સારી વસ્તુ (ખાવાની - પીવાની - પહેરવાની) મળતી જાય તેમ તેમ તે તે વસ્તુ ઉપર રાગ વધારે જ થાય. જેમ ચાંદીના દાગીનાને બદલે સોનાના દાગીના પહેરવા મળે અને સોનાના દાગીનાને બદલે હીરાના દાગીના પહેરવા મળે, તો તે તેના ઉપર અત્યન્ત રાગવાળો થાય છે. જ્યારે આ યોગી મહાત્માઓને જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ કોટિનાં ધર્માનુષ્ઠાનો પ્રાપ્ત થતાં જાય છે તેમ તેમ તેઓનું ચિત્ત શુભના પણ રાગને છોડીને વૈરાગ્યવાળું-મધ્યસ્થ ભાવવાળું આકુળતા-વ્યાકુળતા વિનાનું અને એકાન્ત “પ્રશમસારયુક્ત” જ બને છે. આ કંઈ નાની સિદ્ધિ ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org