________________
સાતમી પ્રભા દૃષ્ટિ
૧૯૭
કોઈ અવસ્થા પ્રાપ્ત થઈ હોય તેને કર્મોના ક્ષયનું જ (નિર્જરાનું જ) કારણ બનાવી શકે છે. આશ્રવને પણ સંવર-નિર્જરારૂપ કરી લે છે. જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવતાં જ માત્ર આવડે તો વિજય થવો શંકાશીલ છે. કારણ કે હાથમાંનું શસ્ત્ર જ છીનવાઈ જાય અથવા કપાઈ જાય તો ચલાવવાની કળા આવડતી હોવા છતાં વિજય થવો દુષ્કર બને, પરંતુ હાથમાં જે આવે તેને હથીયાર કરી શકે અને સૈન્ય સામે લડી શકે તે જ સૈનિકો નિઃસંદેહ વિજય પામે. તેવી રીતે આ મહાત્માઓ તપ કરતા હોય તો તપગુણની સાધનાથી જેમ કર્મો ખપાવે. તેમ આહાર વાપરતા હોય તો પણ આહાર ઉપરની આસક્તિના ત્યાગથી અને જ્ઞાનાદિ ગુણોમાં માત્ર સહાયક તરીકે જ તેનો ઉપયોગ કરતા હોવાથી આહાર વાપરતાં પણ નિર્જરા જ સાધે છે.
યોદ્ધામાં જેમ કૌશલ્ય જરૂરી છે તેવી જ રીતે મોહરાજાની સામે યોદ્ધા સમાન આ સાતમી દૃષ્ટિમાં વર્તતા મહાત્મા યોગી પુરુષોને પણ આવી કુશળતા હોવી આવશ્યક છે. અને તે કુશળતા નિર્મળબોધ સહચરિત એવા ધ્યાનને આધીન છે. તેથી ધ્યાનમાં સ્થિરતા, ધ્યાનની રમણતાનો આનંદ, નિર્મળબોધ, પૌદ્ગલિક ભાવોથી સર્વથા નિઃસ્પૃહતા ઇત્યાદિ મહારત્નભૂત ગુણોથી યુક્ત આ આત્માઓ હોય છે. તે તે ગુણોની કાન્તિ જાતિમાન્ રત્નની જેમ દૂષણરહિતપણે આ મહાત્માઓમાં નિરંતર ઝળહળતી જ રહે છે. ૪૫
આ સાતમી દૃષ્ટિ છે. તેનો જેમ જેમ પ્રકર્ષ પ્રાપ્ત થાય છે તેમ તેમ શું શું ફળ આવે છે ? તથા અન્ય અન્ય દર્શનકારો આ અવસ્થાને નામાન્તરથી શું શું માને છે ? તે ગ્રન્થકાર સમજાવે છે વિસભાગક્ષય શાન્તવાહિતા, શિવમારગ ધ્રુવનામ । કહે અસંગક્રિયા ઇહાં યોગી, વિમળ સુયશ પરિણામ રે
ભવિકાળ
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org