________________
સાતમી પ્રભા દૃષ્ટિ
૧૯૫ સમજાય કે નાગરજનનું સુખ કેવું છે ? તથા કુમારિકાએ વિવાહિત થઈ પતિ સાથે સમાગમ કરવો પડે, તો જ તે સુખ સમજાય, પરંતુ શબ્દોથી વર્ણવી શકાતું નથી. તેવી જ રીતે ગુણોની રમણતા સ્વરૂપ ધ્યાનના સુખનો આનંદ માણવો હોય તો છઠ્ઠા-સાતમાં ગુણઠાણે જવું પડે, ત્યારબાદ શ્રેણી ઉપર આરોહિત થવું પડે. સંસારના સર્વસુખોનો મોહનલાલસા) ત્યજવી જ પડે. પ્રાણાન્ત કષ્ટો પણ વેઠવાં પડે. શરીરની પણ સ્પૃહા છોડવી પડે. જો કે આ પંચમકાળમાં આવી દશા આવવી એ એક સ્વપ્નવત્ છે તો પણ માર્ગ આ જ છે. ખંધકમુનિના શિષ્યો, ગજસુકુમાલ મુનિ, મહાવીર પ્રભુની છાબસ્થિક અવસ્થા આ સર્વે ધ્યાનસુખના અનુભવનાં દૃષ્ટાન્તો છે. ધ્યાનદશાથી થનારા સુખનો અનુભવ તો દૂર રહો, પરંતુ તે સુખ અનુભવવાની જો ઇચ્છામાત્ર થાય તો પણ ધનભાગ્ય સમજવું, પ્રભા દૃષ્ટિની પ્રભા આપણા ઉપર પડી છે એમ સમજવું. ૩
છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી અને શ્રેણીગત મહાત્માઓને આવા પ્રકારના ધ્યાનજન્ય સુખનો અનુભવ સદા હોય છે. તો ધ્યાન પણ સદા હોવું જોઈએ. તે સમજાવતાં ગ્રંથકાર કહે છે કે - એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોયે સાચું ! દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રતન તે દીપે જાચું રે
ભવિકાoll૪ll ગાથાર્થ - આ દૃષ્ટિમાં નિર્મળ બોધના કારણે હંમેશાં સાચું ધ્યાન પ્રવર્તે છે. જેમ જાતિમાન રત્નની જ્યોતિ ચમકે છે તેમ દૂષણરહિત જ્ઞાનની જ્યોતિ પણ સદા ચમકે છે. જો
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા મહાત્માને અત્યન્ત સુંદર “નિર્મળબોધ” પ્રવર્તે છે. સ્વચ્છ જ્ઞાનદશા નિરંતર જાગૃત હોવાના કારણે જ ધ્યાનદશાના સુખનો આનંદ નિરંતર વહ્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org