Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 213
________________ ૧૯૬ આઠ દૃષ્ટિની સજઝાય જાતિમાન રત્ન હોય, તેમાં કોઈપણ જાતનો જો દોષ ન હોય તો તેની કાતિ (જયોતિ) નિરંતર ચમકતી જ રહે છે. ચમકાવવી પડતી નથી. સુવર્ણમાંથી એકવાર મલનો જો ક્ષય થાય છે. તો તે સુવર્ણનું તેજ સદા તેવુંને તેવું જ રહે છે. તેવી જ રીતે આ આત્માઓમાં નિર્મળબોધ પ્રવર્તે છે. કારણકે બોધને મલીન કરનારી મોહની તમામ વાસનાઓ ક્ષીયમાણ દશાવાળી બની રહી છે. અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ તીવ્રતમ થતો જતો હોવાથી અજ્ઞાનતા પણ તુટી જવાની અણી ઉપર છે. એટલે મોહદશાજન્ય વિકારો અને આંશિક અજ્ઞાનતારૂપ મેલ સર્વથા ક્ષીયમાણ થતો જતો હોવાથી બોધ અતિશય નિર્મળ છે. તેથી જ આત્માના શુદ્ધ સ્વરૂપની કંઈક આછી-પાતળી અનુભૂતિ થવાથી તેના પૂર્ણ આવિર્ભાવ માટે આ મહાત્માઓનું મન મુક્તિ માત્રમાં જ લાગેલું રહે છે. આ ભવમાં પ્રાપ્ત થયેલી સર્વ સામગ્રી મુક્તિની પ્રાપ્તિના કારણરૂપે જ યુજે છે. તેથી આવા પ્રકારના નિર્મળબોધના કારણે ધ્યાનદશા વિરામ પામતી નથી. આ મહાત્માઓ જે તે કોઈપણ કાર્યમાં પ્રવૃત્ત હોય આહાર-વિહાર ભલે કરતા હોય તો પણ તેઓની ધ્યાનદશા અને તજ્જન્ય સુખનો(આત્મગુણોનો) આનંદ નિર્મળબોધના પ્રતાપે નિરંતર ચાલુ જ રહે છે. દૂષણરહિત જાતિમાન રત્નની પ્રભા અને મેલ રહિત સુવર્ણની પ્રભા જેમ નિરંતર ચમકે જ છે. તેવી જ રીતે દૂષણરહિત એવા આ નિર્મળબોધ દ્વારા આ મહાત્માઓની ધ્યાનદશાની જયોતિ સદા ઝળહળતી જ રહે છે. આ દષ્ટિકાળે આ મહાત્માઓમાં એવું સામર્થ્ય પ્રગટ થયું હોય છે કે પોતાની સુખી-દુઃખ, રોગી-નિરોગી, સાનુકૂળ-પ્રતિકૂળ એમ જે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258