________________
૧૮૮
આઠ દૃષ્ટિની સઝાય સતત ધારણા અને ધ્યાનના બળે તત્ત્વ સમજાતું પણ જાય છે. અને યથાર્થપણે સ્વીકારાતું પણ જાય છે. પૂર્વની દૃષ્ટિમાં તત્ત્વની મીમાંસા આ જીવને પ્રાપ્ત થઈ હતી. મીમાંસા એટલે ચિંતવણા, વિચારણા, વસ્તુસ્થિતિ પ્રત્યે જેમ જેમ વિચારણા કરાય છે. તેમ તેમ તેમાંથી હાર્દ-સાર, યથાર્થસ્થિતિ, હેયોપાદેય ભાવ સમજાય પણ છે અને આત્મહિતને લક્ષ્યમાં રાખીને સ્વીકારાય પણ છે. તત્ત્વપત્તિપત્તિ થવાથી યથાર્થ તત્ત્વશ્રદ્ધા, યથાર્થતત્ત્વજ્ઞાન અને તદનુસાર યથાર્થતત્ત્વભૂતાચરણ એમ ત્રણેનો એકાકાર રૂપ સંગમ થાય છે. યથાર્થપણે તત્ત્વની પ્રતિપત્તિ થવાથી ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે અંતરંગ અતિશય પ્રીતિ અને બહુમાન થાય છે. સવિશેષ આદરભાવ પ્રગટે છે. સંપૂર્ણ અપ્રમત્તભાવે આ જીવ તેનું આચરણ કરે છે. આ કાલે આ જીવ જ્ઞાનગુણ અને શ્રદ્ધાગુણની રમણતા પૂર્વક ધર્માનુષ્ઠાનની આચરણામય બની જાય છે. કોઈપણ જાતનો બાહ્યભાવ સ્મરણમાત્રમાં પણ આવે તેવો વિક્ષેપ પડતો નથી. નિરંતર અધ્યવસાયસ્થાનોની નિર્મળતામાં વૃદ્ધિ જ થાય છે. કામદેવની સર્વ પ્રક્રિયાને જીતીને વિવેકબળ પૂર્વકના સમતાસારયુક્ત આત્મિક સુખની પ્રાપ્તિ આ દશામાં થાય છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે -
ध्यानजं सुखमस्यां तु, जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं, शमसारं सदैव हि ॥१७१॥
અર્થ - આ દૃષ્ટિમાં કામદેવનાં સર્વ સાધનોને જીતનારું વિવેકબળથી ભરપૂર, અને હંમેશાં સમતાસારવાળું એવું ધ્યાનજન્ય સુખ હોય છે.
૪) રોગ દોષનો નાશ - હિત-મિત આહારયુક્ત હોવાથી અને તત્ત્વચિંતનાદિ ગુણોના પ્રતાપે પાચનક્રિયા બરાબર થવાથી શારીરિક રોગો તો પ્રાય: આ દૃષ્ટિકાલે. હોતા જ નથી. તેથી શારીરિક રોગજન્ય વેદના - પીડા આ મહાત્માઓને સંભવતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org