________________
૧૯૦
આઠ દૃષ્ટિની સજ્ઝાય
-
ભવમાં ખાવાનું - પીવાનું અને રહેવાનું આ સર્વે માલિકને આધીન હોય છે. તેથી દુ:ખીયું જીવન છે. આ જો બરાબર સમજાય છે, તો આ સંસારમાં જે કોઈ શારીરિક રોગોનું દુઃખ, માન-અપમાનનું દુઃખ, ધન-સ્ત્રી-પુત્રાદિના વિરહનું દુ:ખ, ઇષ્ટવિરહ અને અનિષ્ટ વસ્તુના સંયોગનું દુખ, આ સર્વે દુઃખો એ દુઃખો જ છે.
કારણ કે પૂર્વબદ્ધ પાપના ઉદય રૂપ કર્મને આધીન છે. શરીર અને સાધનભૂત એવા પુદ્ગલોને આધીન છે. જો શરીર છે, તો જ રોગો થાય છે. આહારાદિનું સેવન છે, તો જ અજીર્ણ આદિ થાય છે. પુત્ર-પુત્રી-પતિ અને પત્ની આદિ પરદ્રવ્યના સંજોગો છે, તો દરેકનાં મન સચવાયાં કે ન સચવાયાં, તેનાં દુ:ખો છે. મનમેળ રહ્યા ન રહ્યા ઇત્યાદિ ક્લેશ-કંકાસ-કડવાશ-વેરઝેર ઇત્યાદિ દુઃખો છે. આ બધી બાહ્ય પરવશતા છે. અને પૂર્વબદ્ધ પાપનો ઉદય તે અભ્યન્તર પરવશતા છે. આ રીતે પરદ્રવ્યની પરવશતા બાહ્ય રીતે અને અભ્યન્તર રીતે એમ બન્ને રીતે હોવાથી જેમ દુ:ખોને દુઃખો કહેવાય છે. તેવી જ રીતે સાંસારિક સર્વે સુખો પણ પરદ્રવ્યની પરાધીનતાવાળાં જ છે. પૂર્વબદ્ધ પુણ્યનો ઉદય એ અભ્યન્તર પરાધીનતા છે. અને પાંચ ઇન્દ્રિયોને અનુકૂલ પૌલિક સુખ સાધનો એ બાહ્ય પરાધીનતા છે. જેમ કે ગરમીમાં પંખાની હવાથી અથવા એરકંડીશનથી સુખ, ઠંડીમાં હીટથી સુખ, તૃષામાં જલપાનથી સુખ, ભૂખમાં આહાર-સેવનથી સુખ, વાસનાદિમાં સ્રી આદિ પરદ્રવ્યથી સુખ, રહેવા માટે મકાનથી સુખ. એમ સર્વત્ર પરદ્રવ્યની પરાધીનતા રહેલી જ છે.
દુઃખ જેમ પરાધીન હોવાથી દુ:ખ છે. તેમ સાંસારિક સુખ પણ પરાધીન હોવાથી દુઃખ જ છે. “પરાધીનતા” આવા પ્રકારનું દુઃખનું લક્ષણ છે. એ લક્ષણ દુ:ખમાં જેમ હોય છે. તેમ સુખમાં પણ આ લક્ષણ બરાબર જ સંભવે છે. સંસારનું એકે એક સુખ પરાધીન માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org