Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૪ આઠ દૃષ્ટિની સઝાય રોગો ગણીને અતિશય અલિપ્ત જ રહે છે. આ દૃષ્ટિમાં આવેલા જીવો જો સર્વવિરતિધર થાય તો સર્વવિરતિની ઉલ્લાસ અને પૂર્ણ ભાવપૂર્વક આરાધના કરીને ભવસાગર તરી જાય છે. અને જો દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા હોય તો પણ સર્વવિરતિની પ્રાપ્તિની ઝંખનાવાળા તથા ઉત્તમ પરિણામો યુક્ત જીવન જીવવાથી ભાવથી સાધુતાના પરિણામવાળા હોવાથી આ દૃષ્ટિના પ્રતાપે ભવસાગર તરી જાય છે. હવે ભવસાગરનો કિનારો અતિશય આસન્ન જ થયો જાણવો. આવા પ્રકારનું ઉત્તમોત્તમ અને ગુણમય જીવન જીવતાં જગતમાં પણ તે સારા યશસ્વી બને છે. અને સારામાં સારા યશવાળું જે મુક્તિસ્થાન છે. તેનો સંયોગ અત્યન્ત અલ્પકાળમાં જ પામે છે. શીધ્ર મોક્ષગામી થાય છે. આ પછીની સાતમી દૃષ્ટિમાં આ જીવ શ્રેષ્ઠતમ અપ્રમત્ત ગુણસ્થાનક પામી શ્રેણીની પૂર્વભૂમિકારૂપ અપૂર્વકરણાદિ ગુણસ્થાનક પામશે. અને આઠમી દૃષ્ટિમાં ક્ષપક શ્રેણીની સમાપ્તિ કરીને કેવળજ્ઞાનાદિ પામશે. એટલે ભવ સમુદ્રનો કિનારો જ આવ્યો જાણવો. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં આ બન્ને ગાથાના અર્થને અનુસરતા ભાવને કહેનારી ગાથા આ પ્રમાણે છે मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ॥ १६५॥ भोगान्स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ॥ १६६॥ भोगतत्त्वस्य तु पुनर्न, भवोदधिलङ्घनम् । માયોદટાવેશસ્તન, યાતી : પથા | ૨૬૭ અર્થ - સંસારનાં સુખોને માયામય પાણી સમજતો જીવ ઉદ્ગ(ભય) પામ્યા વિના તે પાણીના મધ્યમાં થઈને જરા પણ વ્યાઘાત પામ્યા વિના જલ્દી જલ્દી ચાલ્યો જાય છે. ૧૬પા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258