________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૮૫ ભોગોને સ્વરૂપથી માયામય પાણીની ઉપમાવાળા સમજતો આત્મા તેને ભોગવતો છતો પણ તેમાં આસક્તિ ન પામતો હોવાથી જલ્દી પરમપદને પામે છે. I૧૬૬
ભોગને જ તત્ત્વ માનનારો પુરુષ ભવોદધિને ઓળંગી શકતો નથી. કારણ કે માયામય પાણીમાં સાચા પાણીની બુદ્ધિના આગ્રહવાળો કયો પુરુષ તે પાણીના માર્ગે જવા પ્રયત્ન કરે ? અર્થાત્ કોઈ તે માર્ગે આગળ ન વધે. ll૧૬૭ll
આ પ્રમાણે આ છઠ્ઠી કાન્તાદષ્ટિનું વર્ણન અહીં સમાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં આત્માનું વૈરાગ્યપૂર્ણ જ્ઞાન અને દર્શન તીવ્ર છે. સર્વવિરતિ ચારિત્ર હોય અથવા દેશવિરતિ ચારિત્ર હોય, પરંતુ તીવ્રશુદ્ધિ અવશ્ય છે. તથા ઘણી જ નિર્મળતા છે. અલ્પકાળમાં જ શ્રેણીમાં આરોહણ કરે તેવા ઉંચા ભાવ છે. આવી ઉચ્ચકોટિની પરિણતિના બળે જ ઈલાચી-ચિલાતી પુત્ર-ભરત મહારાજા આદિ ગૃહસ્થો પણ ભવસાગર તર્યા છે. સાધુપણાનો માર્ગ એ રાજમાર્ગ છે. આવી ઉંચી પરિણતિની પ્રાપ્તિ થવી એ જ ભાવ પુણ્યોદય સમજવો. કા.
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ સમાપ્ત.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org