________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૮૧ ગાથાર્થ - માયામય પાણીને (ઝાંઝવાના જળને) આ આભાસ માત્ર છે. એમ જે સમજે છે તેઓ તે પાણીને અડોલપણે ઓળંગી જાય છે અને જેઓ તેને સાચું પાણી માને છે, તેઓ બીતા ફરે છે. અને ડામાડોળ થયા છતા આગળ ચાલતા નથી. ૮ .
વિવેચન - “સંસારનું સુખ સાચે જ ઝાંઝવાના જળ જેવું (માયામય પાણી જેવું) છે.” આવું અનંત જ્ઞાનીઓનું વચન છે. પરંતુ જેઓનું ચિત્ત વૈરાગ્યરંગથી રંગાએલું છે. જેઓના જીવનમાં અધ્યાત્મ વસ્યું છે, તેઓને જ આ સત્ય સમજાય છે. જે ભોગસુખો છે. તે પ્રાપ્ત કરવામાં પણ ઘણાં દુઃખો જ સહન કરવો પડે છે. કેટલાય માણસોની સીપાસ કરવી પડે છે. તથા (પરાધીનતા - દીનતા) વહોરવી પડે છે. પ્રાપ્ત થયા પછી તેને સાચવવાની અને કોઈ ભાગ ન પડાવી જાય તેની ચિંતાઓનો કોઈ પાર નથી. અને છતાં પણ પાપોદાય જાગતાં નાશ પામી જાય ત્યારે તો વિયોગનું દુઃખ તો અવર્ણનીય જ છે. એટલે યોગી-અધ્યાત્મી-વૈરાગી મહાત્માઓ આ સુખને સુખાભાસ સમજે છે. તેની લાલચમાં ફસાતા નથી. તેના તરફ નજર પણ નાખતા નથી. અને સડસડાટ આ સંસારમાંથી પ્રયાણ કરી પાર ઉતરી જાય છે. આ વાત એક ઉદાહરણથી સમજાવે છે કે ઝાંઝવાના જળને જેઓ આ માયાજળ છે એમ સમજે છે. તેઓ તે જળથી કે જળ ઉપર આભાસ થતા તરંગોથી ભય પામ્યા વિના અડોલપણે (ગભરાયા વિના – ભયભીત થયા વિના) શીધ્ર તે જળને ઓળંઘી જાય છે. તેમ આ મહાત્માઓ સંસારનાં સુખોને સુખાભાસ માત્ર છે એમ સમજી ભય પામ્યા વિના, તેના તરફ દૃષ્ટિપાત(અલ્પ પણ આસક્તિ) કર્યા વિના વેગે વેગે સંસાર પાર કરી જાય છે. પરંતુ જે જીવો ભોગી છે. ભોગમાં આસક્ત છે. ભોગના જ રસિક છે તેઓ આ જ સાચું સુખ છે એમ માની એની પાછળ દોડે છે. અને અનેક ઉપાધિઓ તથા ભયો પામ્યા છતા, ડામાડોળ ચિત્તવાળા થયા છતા, પ્રાપ્તિમાં અલ્પસુખ અને અપ્રાપ્તિ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org