________________
૧૭૬
આઠ દૃષ્ટિની સઝાય મનને વીતરાગપ્રણીત જ્ઞાન ગમી ગયું હોવાથી, યુક્તિયુક્ત લાગવાથી અને ત્યાં જ રમણતા હોવાથી અન્ય એવાં મિથ્યાષ્ટિઓનાં શાસ્ત્રો વાંચવા-ભણવા કે જોવા ગમતાં નથી. તેનો પરિચય કરવો કે તે મિથ્યાજ્ઞાનવાળા જીવોની સાથે સહવાસ કરવો પણ ગમતો નથી. એટલે કે “મમુર” નામનો ચિત્તનો દોષ અહીં સંભવતો નથી. વીતરાગ પરમાત્મા પ્રણીત શાસ્ત્રથી અન્ય શાસ્ત્રોમાં મુદ્ એટલે હર્ષ-પ્રીતિ કરવી તે ગમતી નથી. તથા વિવલિત એવું કોઈપણ એક અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે બીજા અનુષ્ઠાનમાં મન પરોવવું તે પણ અન્યમુદ્ દોષ કહેવાય છે. જેમ કે ચૈત્યવંદન કરતા હોઈએ તે જ કાળે મૂળનાયક ભગવાનનો પ્રક્ષાલ થતો હોય તો તે વખતે પ્રક્ષાલ કરવામાં ચિત્ત મુકવું. તથા વૈયાવચ્ચ કરતા હોઈએ ત્યારે સ્વાધ્યાયના રાગથી તેની ચિંતા કરવી તે સર્વે અન્યમુદ્દ દોષ છે. આ દોષથી પ્રથમ આચરેલા અનુષ્ઠાનમાં ચિત્ત સ્થિર થતું નથી. આ દોષ કરેલા અનુષ્ઠાનમાં અંગારાની વર્ષાતુલ્ય છે. આપણે બધા ટુંકા સમયમાં બધું જ કરી લેવાની ઘેલછાવાળા હોઈએ છીએ અને તેથી જ જ્યાં ત્યાં દોડાદોડી કરનારા અને ઘણું કાર્ય કર્યું તેનો સંતોષ માનનારા થઈએ છીએ. પરંતુ વીતરાગ પરમાત્માએ જે કાળે અને જે વિધિથી ધર્માનુષ્ઠાન કરવાનાં કહ્યાં છે તે કાળે અને તે વિધિથી થાય તો જ નિર્જરાનું કારણ બને છે. આજ્ઞાયુક્ત ધર્માચરણ એ જ આરાધના છે. પરંતુ ઘણું કાર્ય કરી લેવું, જલ્દી જલ્દી કરી લેવું, વહેલું મોડું કરી લેવું, આવી આવી કુટેવોથી આપણા જીવો ટેવાયેલા છે. સૌથી શ્રેષ્ઠ માર્ગ તે છે કે ભગવાનની આજ્ઞા પાળવી. આજ્ઞાને અનુસારે ચાલવું. જો આટલું બરાબર સમજાઈ જાય તો આ અન્યમુદ્ દોષ અને આવી ખોટી ખોટી ઘેલછાઓ ઘણી ઘણી ઓછી થઈ જાય. અને આત્માનું કલ્યાણ થવાનો પ્રસંગ બહુ નજીક આવી જાય. પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org