________________
૧૭૭
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરંત | તેમ કૃતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત
|| ધન ધન દા ગાથાર્થ - જેમ ઉત્તમ પતિવ્રતા સ્ત્રીનું મન બીજાં બીજાં કામો કરવા છતાં પોતાના વહાલા(પતિ) ઉપર જ હોય છે. તેવી જ રીતે જ્ઞાનમાં આકર્ષાયેલા ચિત્તવાળા મુનિનું મન શ્રુતધર્મમાં જ લીન હોય છે. ||૬|
વિવેચન - છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં આવેલા આત્માઓ વેદ્યસંવેદ્યપદ તથા સમ્યગ્દર્શનાદિ ગુણો પામેલ છે. સૂક્ષ્મબોધ અને તત્ત્વમીમાંસા દ્વારા ઉત્તમ એવું શ્રુતજ્ઞાન - સમ્યજ્ઞાન પણ પામેલા છે. પરંતુ દેશવિરતિ તથા સર્વવિરતિ રૂપ ચારિત્ર આવ્યું પણ હોય અને ન પણ આવ્યું હોય. અહીં પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પ્રભાવે સંસારના કોઈપણ ભોગ વિષયમાં આનંદ આવતો નથી. મન ગોઠતું નથી. માત્ર મુક્તિમાં અને પ્રાપ્ત થયેલાં મુક્તિનાં સાધનોમાં જ મન ચોંટેલું રહે છે. પૂર્વબદ્ધ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી ઘરસંસાર કદાચ છુટ્યો ન હોય તો તે ઘરસંસાર સંબંધી બધી જ કાર્યવાહી કરે છે. પરંતુ તેનું મન તો સતત કૃતધર્મની પ્રવૃત્તિ અને પરિણતિમાં જ લીન રહે છે. જેમ ઉત્તમ પતિવ્રતા કોઈ સ્ત્રી હોય તો તે તેના ઘરનાં સર્વ કાર્યો કાયાથી કરતી હોય છે. પરંતુ તેનું મન તો તેના વહાલા ઉપર એટલે પોતાના પતિ ઉપર જ વર્તતું હોય છે. તેમ કાન્તા દૃષ્ટિમાં વર્તતા યોગીનું મન ઘરનો ધંધો-વ્યવસાય કરતા હોય ત્યારે શ્રતધર્મની પ્રવૃત્તિ ન હોવા છતાં પણ તેમાં જ પ્રવર્તતું હોય છે.
આ મહાત્માઓની જ્ઞાનમાં પ્રવૃત્તિ જ એવી હોય છે કે ચિત્ત તેમાં આકર્ષાયેલું જ રહે. એટલે કે ચિત્તાક્ષેપક - ચિત્તને બરાબર જકડી રાખે - પકડી રાખે, તેવા જ્ઞાનવાળા હોય છે. જ્ઞાન અને દર્શન આ બે ગુણોની પ્રાપ્તિ થઈ હોવા છતાં ચારિત્રની હજુ પ્રાપ્તિ આ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org