________________
૧૬૬
આઠ દૃષ્ટિની સક્ઝાય દુઃખીઓના દુઃખને દૂર કરવાની તીવ્ર ઇચ્છા તે કરુણા પાપી જીવોના જીવન ઉપર ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થતા
યોગ સાધનાના પ્રતાપે ઉપરોક્ત ચારે ભાવનાઓથી વાસિત ચિત્તવાળા આ જીવો હોય છે. દુઃખને સહન કર્યા વિના અને સુખની ઉપેક્ષા કર્યા વિના સ્વાર્થબુદ્ધિ માત્ર રાખવાથી મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત થવાતું નથી. જીવ પોતાના જ સુખનો જો વિચાર કરે અને બીજાના સુખની કલ્પના પણ ન રાખે તો મૈત્રી અને પ્રમોદ વગેરે ક્યાંથી આવે ?
માત્ર સ્વાર્થવૃત્તિ જ પ્રધાન હોય તો દુઃખી જીવો ઉપર દયા કરવાના ભાવ આવે જ નહી? પૈર્યતા, પ્રભાવવત્તા અને મૈત્રાદિ ભાવનાઓથી વાસિતતા આવવાનું પ્રધાન કારણ આ દષ્ટિના પ્રતાપે વિષયોમાં ચિત્તની અનાસક્તિ જ છે. વિપ્નો આવે નહીં, આવે તો ગણકારે નહી, વિષયોમાં જોડાય નહી, જોડાય તો આસક્ત બને નહી, યોગસાધના વિના બીજા કોઈ ભાવોમાં પ્રીતિ કરે નહીં, સંસારી ભોગી તજવાની જ દિન-પ્રતિદિન વિશેષ ભાવના રાખે, જેનાથી દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરે, આવા ગુણોના કારણે ઈષ્ટ વસ્તુઓનો લાભ સહજપણે સરળતાથી જ થઈ જાય, જ્યાં જાય ત્યાં ઈષ્ટલાભ જ થાય, જાણે પગમાં પદમ હોય તેમ જ્યાં પગલાં કરે ત્યાં મનોવાંછિત ફળે, આત્માની નિર્મળદશાના કારણે આવો પુણ્યોદય પ્રગટે. અહીં સાંસારિક સુખોને ઈષ્ટલાભરૂપે ન સમજવાં, પરંતુ યોગસાધનામાં સાનુકૂળતા મળે એ જ ઈષ્ટલાભ જાણવો.
યોગના બળે આ મહાત્માઓએ આત્મા એવો કેળવ્યો હોય છે કે સુખ-દુઃખ, હર્ષ-શોક, લાભ-અલાભ, પ્રીતિ-અપ્રીતિ, ઠંડી-ગરમી, માનઅપમાન, પશ-અપયશ, ઇત્યાદિ પરસ્પર વિરોધી તત્ત્વો(જોડકાં)ના પ્રસંગોમાં પણ આ યોગી મહાત્માઓ પરાભવ પામતા નથી, પુણ્યના ઉદયથી સુખ-લાભ-યશ આદિ મળે તો પણ અનાસક્તભાવ હોવાથી
ચિત્તની બનાવવાનું પ્રધાન સભાવવત્તા અને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org