________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૬૯ વસ્તુની પ્રાપ્તિ જ ન થવાની હોય ત્યારે સમતા રાખવી તે અજ્ઞાનમૂલક સમતા છે. કારણ કે વસ્તુની લાલસા નાશ પામી નથી, હૃદયમાં ઝંખના ચાલુ છે. ઉત્તમ પુરુષો વિષયોની હાજરીમાં પણ રાગદ્વેષ વિનાના હોય છે. અને અધમ પુરુષો વિષયોની ગેરહાજરીમાં પણ વિષયો માટે ઝુરતા હોય છે. બન્ને જીવોમાં આટલું મોટું અંતર છે. યોગી મહાત્માઓને દોષોના ક્ષયથી અને પરમ સંતોષ ગુણથી આ સમતા થયેલી છે. તેથી ભવ અને મોક્ષમાં કે જીવન-મરણમાં પણ ઉદાસીનતાવાળા હોય છે.
(૧૮) ઔચિત્યાચરણ - જ્યાં જ્યાં જે ઉચિત આચરવા જેવું હોય છે તે ઉચિત આચરણ અવશ્ય આચરે જ છે. અને અનુચિત આચરણના સદા ત્યાગી હોય છે. સંસારી જીવોમાં ઘણી વખત પોતાની ઇચ્છા પ્રમાણે કાર્ય ન થાય, ત્યારે સંસારમાં કંઈ સાર નથી એમ મનમાં માની લઈ નિષ્ક્રિય થઈ ઉદાસીન થવાના અને ઉચિત આચરણથી પણ શૂન્ય બની જવાના સંસ્કારો હોય છે. એવું આ યોગીઓમાં સંભવતું નથી. સર્વ કાર્યોમાં, નાના-મોટાની સાથેના વ્યવહારોમાં ઉચિત આચરણ સેવે જ છે. છતાં મનથી નિર્લેપ પણ વર્તે છે. યોગીઓના જીવનની આ જ વિશેષતા છે. જો ઔચિત્ય-આચરણ જીવનમાં ન હોય તો યોગની સફળતા તો દૂર રહો, પરંતુ યોગદશાની યોગ્યતા પણ આવતી નથી.
' (૧૯) વૈરનો નાશ - ઉપરોક્ત અનેક ગુણોની પ્રાપ્તિથી, દોષોના અભાવથી અને યોગસિદ્ધિના પ્રભાવથી વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થતી જાય છે. તે મહાત્માઓમાં તો મૈત્રી આદિ ભાવનાઓ હોવાથી વૈર હોતું નથી. પરંતુ તેઓમાં એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે તેઓના સાન્નિધ્યમાત્રથી જન્મજાત વૈરીઓનાં પણ વૈર નાશ પામે છે. તથા તેઓના પરિચયમાં આવનારા જીવોનાં પણ વૈર નાશ પામે છે. હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ આદિ પાપ આચરણ કરવાના સ્વભાવવાળા જીવો પણ યોગીઓના સાન્નિધ્યમાત્રમાં પણ તેવું પાપ કરવાની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org