________________
૧પ૭
પાંચમી સ્થિરા દૃષ્ટિ અંશે હોય ઈહાં અવિનાશી, પુદગલ જાળ તમાસી રે ! ચિદાનંદઘન સુયશવિલાસી, કેમ હોય જગનો આશીરેના
છે એ ગુણ૦ le! ગાથાર્થ – જે અંશાત્મક ગુણનો અનુભવ થયો છે. તે અવિનાશી રૂપે બને છે. અને પૌદ્ગલિક સુખોની જાળ એ તમાસો જ માત્ર લાગે છે. જ્ઞાનના આનંદના સમૂહરૂપ સારા યશનો જે આત્મા વિલાસી હોય તે જગતના સુખોની આશાવાળો કેમ બને ? ૬
વિવેચન - આ દૃષ્ટિમાં સમ્યકત્વ અને વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી સાચું સુખ મુક્તિ જ છે અને રત્નત્રયીની આરાધના એ જ તેના ઉપાયભૂત છે. આવું સાચું સમજાયું હોવાથી સાધક આત્માનું મન નિરંતર મુક્તિના ધ્યાનમાં અને તેના ઉપાયોની સાધનામાં જ મગ્ન રહે છે. કાયાથી સાંસારિક પ્રવૃત્તિ હોવા છતાં પણ અંશતઃ (ચોથા ગુણસ્થાનકની ભૂમિકાને અનુરૂપ) અવિનાશી એવા આત્મસ્વરૂપનો અનુભવ થાય છે. સ્વગુણ-રમણતામાં તેને અનહદ આનંદ થાય છે. આ આનંદ વારંવાર અનુભવવાનું મન થઈ આવે છે. ક્ષણવાર અનુભવેલી અવિનાશી એવા ગુણોની અનુભૂતિથી અને તજ્જન્ય અપાર આનંદથી સાંસારિક પુદ્ગલજન્ય કોઈપણ પ્રકારનાં સુખો ભ્રમમાત્ર સ્વરૂપ લાગવાથી જાણે એક તમાસો જ હોય (એક પ્રકારનો ખેલનાટક જ હોય) એમ બરાબર સમજાઈ જાય છે.
અવિરતિના ઉદયથી પૂર્વબદ્ધ પુણ્યોદયજન્ય પૌલિક સુખોમાં કાયા દ્વારા વર્તતો હોવા છતાં મન અનાસક્ત જ વર્તે છે. રાત-દિવસ સુખોની વચ્ચે હોવા છતાં મનથી નિર્લેપ રહે છે. આવી નિર્લેપાવસ્થા અહીં ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. આ સમ્યજ્ઞાનનું જ ફળ છે.
જેમ એક વાર જેણે બંગલામાં રહેવાની સુખ-સામગ્રી માણી હોય છે તેને ઝુંપડામાં રહેવાનું આવે તો ગોઠતું નથી, તેમ જેણે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org