________________
પાંચમી સ્થિરા દૃષ્ટિ
૧૫૫
સ્વભાવ કંઈ નષ્ટ થતો નથી. તેવી જ રીતે કોઈક મુમુક્ષુ આત્માની આત્મપરિણતિ વિશિષ્ટ વૈરાગ્યયુક્ત હોય તો તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો કદાચ વિકારો ન પણ કરે, પરંતુ વિકારો ન કરવામાં કારણ તે મહાત્માઓની વિશિષ્ટ આત્મપરિણતિ છે. પરંતુ વિષયોમાંથી કંઈ વિકારકશક્તિ નાશ પામતી નથી.
આ દૃષ્ટિમાં મહાત્માને આ વાત બરાબર સ્પષ્ટ સમજાઈ જાય છે કે પ્રતિબંધકની હાજરીમાં કારણસામગ્રી કાર્ય ન કરે, તેટલા માત્રથી કારણ સામગ્રીમાંથી કાર્યશક્તિ નષ્ટ થઈ ગઈ છે એમ કહેવાતું નથી. તેવી જ રીતે વિશિષ્ટ આત્મપરિણતિના કારણે કદાચ ભોગો ભવહેતુ ન પણ થાય, પરંતુ તેથી ભોગો ભવહેતુ નથી એમ ન કહેવાય, ભોગો તો વિકારો અને વાસનાઓ વધારવા દ્વારા પ્રાપ્તિ-અપ્રાપ્તિકાલે અને સંયોગ-વિયોગકાલે અનેક પ્રકારના તીવ્ર કષાયો કરાવવા દ્વારા અનંત ભવભ્રમણનો હેતુ બને જ છે. ભોગોની ભયંકરતા ભાનમાં આવી ગઈ છે. તેથી યથાશક્તિ તેના વિરમણ તરફ જ લક્ષ્ય રાખીને તેનાથી થતી આકુળ-વ્યાકુળતાને ત્યજીને આ આત્મા આત્મતત્ત્વમાં - જ્ઞાનરમણતામાં સ્થિર થતો જાય છે.
ઘણી વખત સંસારી જીવોને આવા વિચારો આવતા હોય છે કે જે કાળે જે ભોગની વાસના થઈ હોય તે કાળે તે ભોગ ભોગવી લેવાથી ભોગની ઇચ્છાની વિરતિ થઈ જાય છે. એકવાર મન તૃપ્ત થઈ જાય છે. માટે ભોગોથી દૂર જ રહેવું તે શ્રેયસ્કર નથી. પરંતુ ભોગો ભોગવી લેવા એ ચિત્તશાન્તિનો હેતુ છે. આ વિચાર યુક્તિયુક્ત નથી. ભોગો ભોગવી લેવાથી તત્કાલ ઇચ્છાની પૂર્તિ થતી લાગે છે. પરંતુ ભોગેચ્છાનો નાશ થતો નથી. થોડા કાળ પછી પુનઃ ભોગેચ્છા તીવ્રભાવે વધે છે. જેમ એક ખભા ઉપર ઉચકેલો ભાર થાક લાગવાથી બીજા ખભા ઉ૫૨ લઈ જઈએ તો થોડો કાલ શાન્તિનો અનુભવ થાય, પરંતુ થોડા જ કાળમાં બીજા ખભા ઉપર ભાર લાગવા જ માંડે છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org