________________
૧૫૦
આઠ દૃષ્ટિની સજઝાય સમ્યકત્વ, સ્થિરાદષ્ટિ અને વેદ્યસંવેદ્યપદ આદિ ઉત્તમ ભાવોની પ્રાપ્તિ થવાથી આ આત્મામાં સૂક્ષ્મબોધ પ્રગટ થયો છે. નિર્મળ બોધના કારણે ભૂતકાળની બધી જ ચેષ્ટાઓ કેવી અજ્ઞાન મૂલક હતી ? તે આંખ સામે દેખાય છે. મહાત્મા પુરુષોએ જે અકૃત્ય કહ્યું છે તેને કૃત્ય માનીને રાચી-માચીને કર્યું છે અને જેને કૃત્ય કહ્યું છે તેને અકૃત્ય માનીને ત્યર્યું છે. કેવી અને કેટલી મૂર્ખતાભરી આ ચેષ્ટા હતી ? પોતાની જ કરેલી તે પાપકારી ચેષ્ટાઓ હવે અજ્ઞાનમૂલક અને તુચ્છ જણાય છે. પોતાનો સમસ્ત ભૂતકાળ બાળકોએ રમવા માટે રેતીમાં કરેલા ઘર સમાન કેવલ લજ્જાસ્પદ જણાય છે.
ભૂતકાળમાં અજ્ઞાનતાથી રાચી-માચીને કરેલી સઘળી પ્રવૃત્તિઓ આજે ભૂલભરેલી દેખાય છે તેથી વર્તમાનકાળમાં કરાતી કોઈપણ સંસારસુખની પ્રવૃત્તિ, સિદ્ધિ કે સફળતા એ આત્મતત્ત્વને કંઈ જ ઉપકારક નથી, મોહમાત્રને જ કરનારી છે. આસક્તિ જ જન્માવનારી છે. ભવોભવમાં રખડાવનારી જ છે. એવો સ્પષ્ટ બોધ થાય છે. આવી માનસિક પરિસ્થિતિ થાય છે.
બાહ્ય જે ઋદ્ધિ સિદ્ધિ છે. તે સર્વે “ઘટમાં પેસે” એટલે કે, શરીરસંબંધી છે. પૌગલિક છે. બાહ્યભાવને વધારનારી છે. વિભાવદશામાં ગણાય તેવી છે. તેથી મારે તે શું કામની ? નિરર્થક તેનાથી રાગ અને માનાદિ જ પોષાવાના છે. ધન, ઘર, રાજ્યસંપત્તિ વગેરે બાહ્ય ઐશ્વર્ય તે ઋદ્ધિ કહેવાય છે. અને તેની પ્રાપ્તિ માટેનું સામર્થ્ય - સફળતા તે સિદ્ધિ કહેવાય છે. આ બાહ્ય ઋદ્ધિ-સિદ્ધિ આત્માને ઉપકારક થતી નથી, પરંતુ મોહ- ઉત્પાદકતા દ્વારા રખડાવનારી છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયજન્ય અનંતજ્ઞાન અને એ જ પ્રમાણે ક્રમશઃ એક એક કર્મના ક્ષયજન્ય અનંતદર્શન, અવ્યાબાધ સુખ, અનંતચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ અને અનંતવીર્ય આવા પ્રકારની આત્મિક ગુણની સંપત્તિ સ્વરૂપ અષ્ટમહાસિદ્ધિ આઠ ગુણાત્મક મહાન સિદ્ધિઓ આ આત્માની ઋદ્ધિ છે. સત્તાગત રૂપે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org