________________
પાંચમી સ્થિરા દૃષ્ટિ
૧૪૯ અજ્ઞાનદશા ટળે તો ક્રમશઃ કાળાન્તરે બધા દોષો ટળે, સાધક આત્માને જ્યાં સુધી પોતાના દોષો જણાય જ નહીં, ત્યાં સુધી તેની ચિકિત્સા કેમ શક્ય બને ? પાંચમી દૃષ્ટિના પ્રતાપે સૂક્ષ્મબોધ થવાથી સાધક આત્માને પોતાના દોષોનો ખ્યાલ આવી ગયો છે. વર્તમાનકાળે “વર્તતી ઉત્તમ સમજણ અને ભૂતકાળમાં અનુભવેલું દોષપૂર્ણ જીવન આ બન્નેનો તફાવત જોતાં ઘણી લજ્જા ઉપજે છે. અને બન્ને વચ્ચે મોટું અંતર દેખાય છે. આ પ્રમાણે પાંચમી દૃષ્ટિમાં સવિશેષ ઉઘાડ થાય છે.
બાલધૂલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે ! રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે,
એ ગુણo | ૩ | ગાથાર્થ - આ દૃષ્ટિમાં સંસારની તમામ ચેા વરસાદમાં બાળકોને રમવાનાં ધૂળનાં ઘરની લીલા સમાન જણાય છે. બાહ્ય સર્વે
ઋદ્ધિ અને સિદ્ધિ શરીરમાં (અન્ય દ્રવ્યસંબંધી) લાગે છે. અને આઠ મહાસિદ્ધિઓ આત્મા પાસે જણાય છે. કા.
વિવેચન - બાલ્યકાળમાં નાનાં નાનાં બાળકો ૧૦/૧૫ સાથે મળીને રમત રમતાં હોય, ત્યારે રેતીમાં અથવા ચોમાસાના વરસાદથી ભીની થયેલી માટીમાં ઘરો બનાવે, “ઘર-ઘર”ની રમત રમે, પોતે જ ઘરો બનાવે અને પોતે જ તે ઘર ભાંગે, ધૂળીયા થયેલા શરીરે ઘરે જાય, આ ક્રીડા બહુ રસપૂર્વક કરાતી હોય છે. પરંતુ યુવાવસ્થા આવતાં જ તે ભૂતકાળ યાદ આવે છે. અને તે ઘર બનાવવાની અને ઘર ભાંગવાની ક્રિીડા તુચ્છ, અર્થહીન, અસાર, મૂર્ખતાપૂર્ણ, અજ્ઞાનબહુલ અને નિરર્થક જણાય છે. તેવી જ રીતે મિથ્યાત્વ અને અજ્ઞાનને પરવશ બની આ જીવે ભૂતકાળમાં જે જે અનુચિત એવી દુષ્ટ પ્રવૃત્તિઓ કરી છે, એનું વર્ણન થાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org