________________
૧૪૮
આઠ દૃષ્ટિની સઝાય છે. એટલે જ સંસારમાં રહેવા છતાં સાંસારિક ભાવોમાં આસક્તિ હોતી નથી. સૂક્ષ્મબોધના કારણે પરિણતિ ઘણી જ નિર્મળ બને છે.
(૪) પ્રત્યાહાર યોગાંગની પ્રાપ્તિ - અહીં સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થયેલ હોવાથી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતાં વિષયસુખો અસાર અને તુચ્છ જણાયાં હોવાથી મન તેમાં પરોવાતું નથી. મન તેમાં ગોઠતું નથી. તેથી તે વિષયોને ત્યજીને મન આત્મગુણોમાં રમે છે. તેને જ પ્રત્યાહાર યોગાંગ કહેવાય છે. વિષયસુખો ક્ષણિક છે. નાશવંત છે. અંતે પણ વિરસ છે. કિંપાકના ફલતુલ્ય છે. આવું સમજાયેલ હોવાથી મન આત્મગુણોમાં જ ગોઠડી કરે છે. તે પ્રત્યાહાર અંગ જાણવું. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે -
स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं, सूक्ष्मबोधसमन्वितम् ॥१५४॥
વીર પરમાત્માની ઉપરોક્ત ઉત્તમ વાણી ઘણા ઘણા ભવ્ય જીવોને ઉપકાર કરવાવાળી છે. ભવોભવમાંથી તારનારી છે. મહાન પુણ્યોદયે જ પ્રાપ્ય છે. તેથી તેને રાત-દિવસ સંભાળું છું. એક ક્ષણ પણ વિસારતો નથી. હું અનાદિકાળથી અજ્ઞાનબહુલ જ હતો. તેથી પશુ જેવી અવસ્થાવાળો જ હતો. પરમાત્માની આવી ઉત્તમ વાણીએ જ મને અજ્ઞાન દશામાંથી બહાર કાઢી સૂક્ષ્મબોધયુક્ત હેય-ઉપાદેયના વિવેકવાળી જ્ઞાનદશામાં લાવીને મુક્યો છે. એટલે પશુજીવન ટાળીને “સુરરૂપ” દૈવિક અવસ્થા પ્રાપ્ત કરાવી છે. આ તમામ પ્રતાપ પ્રાપ્ત એવા સમ્યકત્વનો જ છે. અજ્ઞાનદશાનું દુઃખ અનંતું છે. જે અનુભવે તે જ જાણે, અને સમ્યગ્દર્શનની કિંમત પણ તેને જ સમજાય. વીતરાગ પરમાત્મા જેટલા જ અનંત જ્ઞાનાદિ ગુણોનો આ જીવ સ્વામી હોવા છતાં પણ અજ્ઞાનદશા અને મોહના પાતંત્ર્યના કારણે જ પશુપ્રાયઃ જીવન જીવ્યો છે. સાચી પરિસ્થિતિનો અલ્પ પણ બોધ ન હતો. વિરપ્રભુની વાણીએ આ બોધ કરાવ્યો છે. તેણે જ દૈવિક અવસ્થા અપાવી છે. તેનો ઉપકાર એટલો બધો છે કે જે વચનોથી અગોચર છે.
Jain Education International
For Private & Personal Use Only."
www.jainelibrary.org