________________
પાંચમી સ્થિરા દૃષ્ટિ
૧૪૫
સ્થિરા દૃષ્ટિ આવતાં જ ચાલ્યું જાય છે. અને સમ્યગ્દર્શનાદિ રૂપ રત્નત્રયી કે જે મુક્તિના ઉપાયભૂત છે તેની ક્રમશઃ પ્રાપ્તિ શરૂ થવાથી આનંદનો કોઈ પાર જ રહેતો નથી. અહીંથી આત્માનો સાચો અભ્યુદય શરૂ થાય છે. હવે આ આત્માની આધ્યાત્મિક ભાવમાં એવી ચઢતી થાય છે કે જેનાથી મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે તેવા પ્રભાવવાળી અને આત્માના યથાર્થ મહોદયને આપનારી આ પાંચમી સ્થિરા દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તે સ્થિરા દૃષ્ટિ હવે સમજાવવામાં આવે છે
દૃષ્ટિ થિરા માંહે દર્શન, નિત્યે રતનપ્રભા સમ જાણો રે । ભ્રાન્તિ નહીં વળી બોધ તે, સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે ।।૧ ॥ એ ગુણ વીરતણો ન વિસારું, સંભારું દિન રાત રે । પશુ ટાળી સુર રૂપ કરે જે, સમકિતને અવદાત રે ॥૨॥
ગાથાર્થ - સ્થિરા નામની દૃષ્ટિમાં રત્નની પ્રભા સમાન નિત્ય બોધ હોય છે. ભ્રાન્તિ નામનો દોષ ટળે છે. સૂક્ષ્મબોધ નામનો ગુણ પ્રગટ થાય છે. પ્રત્યાહાર નામનું યોગનું અંગ ત્યાં હોય છે. આ રીતે પરમાત્મા મહાવીર પ્રભુનો ઉપકારકતાનો આ ગુણ કદાપિ ન વિસારૂં. પરંતુ દિન-રાત સંભાળું છું કે જે વાણીથી પશુ સમાન અજ્ઞાનદશા ટાળીને દૈવિકરૂપ સમાન જ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે. આ તમામ સમ્યગ્દર્શનનો જ પ્રતાપ છે. ||૧-૨૫
-
વિવેચન - સ્થિરા નામની આ પાંચમી દૃષ્ટિમાં (૧) રત્નની પ્રભા સમાન બોધ, (૨) ભ્રાન્તિ દોષનો ત્યાગ, (૩) સૂક્ષ્મબોધ નામના ગુણની પ્રાપ્તિ, અને (૪) પ્રત્યાહાર નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. આ ચારે ભાવોનું વર્ણન આ પ્રમાણે છે -
(૧) રત્નની પ્રભા સમાન બોધ - ચોથી દીપ્રા દષ્ટિકાળે જે બોધ હતો તે દીપકની પ્રભાતુલ્ય હતો, અને આ દૃષ્ટિમાં જે બોધ છે તે રત્નની પ્રભાતુલ્ય છે. આ બન્નેમાં તફાવત આ પ્રમાણે છે.
આ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org