________________
૧૪૨
આઠ દૃષ્ટિની સજ્ઝાય
તથા પાપીઓ ઉપર પણ માત્સર્યરહિત એટલે કે માધ્યસ્થતાવાળા થાય છે. ગુણો પ્રાપ્ત કરવા તરફ જ તેઓની દૃષ્ટિ હોય છે. તુચ્છ બાબતોનો ઝઘડો હોતો નથી. ઉદાર ગંભીર સત્યના ગવેષક અને ક્ષમાશીલ બનતા જાય છે. કારણ કે હવે મિથ્યાત્વગુણસ્થાનકનો અંત થવાની તૈયારીમાં છે. ।।૨૨।।
દીપાદૃષ્ટિનો ઉપસંહાર કરતાં જણાવે છે કે -
અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ | તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃતદ્દનવૃષ્ટિ ।। મનમોહન૦ ॥૨૩॥
–
ગાથાર્થ જેણે પ્રથમની આ ચાર દૃષ્ટિ પ્રાપ્ત કરી છે
તે જીવ સઘળો અભિનિવેશ (આગ્રહ) ત્યજીને હવે પાંચમી દૃષ્ટિ પ્રાપ્ત કરે છે કે જે દૃષ્ટિ સારા યશરૂપી અમૃતને આપવામાં મેઘ વર્ષા સમાન છે. ૨૩ા
-
Jain Education International
વિવેચન મિથ્યાત્વની અતિશય મંદતા થવાથી આ જીવ આ ચોથી દીપ્રાદષ્ટિ પૂર્ણ કરીને પાંચમી સ્થિરા દૃષ્ટિમાં પ્રવેશવાની તૈયારી કરે છે. અનાદિ કાળની ઓષ દૃષ્ટિમાંથી ચરમાવર્તમાં આવ્યા પછી ભાભિનંદીપણાની જે દૃષ્ટિ હતી તે બદલાતાં બદલાતાં ધર્માભિમુખ દૃષ્ટિ થતાં થતાં મનના વિચારો, વાણી અને કાયાના આચારો બદલાતા જાય છે. તેના પ્રતાપે ક્રમશઃ મિત્રા-તારા-બલા અને દીપ્રા દૃષ્ટિઓ આવતાં આ જીવનો ચરમાવર્તનો પ્રથમ અર્ધભાગ સમાપ્ત થવા આવે છે. જેમાં ગાઢ મિથ્યાત્વમાંથી દ્વિબંધક સમૃદ્ધ્ધક, અપુનબંધક થયો, માર્ગાભિમુખ, માર્ગપતિત અને માર્ગાનુસારી થયો, અનેકવાર યથાપ્રવૃત્ત કરતાં કરતાં ચરમ યથાપ્રવૃત્તકરણ તથા અપૂર્વકરણ કરી ગ્રંથિભેદ કરી અનિવૃત્તિકરણ કરવા દ્વારા આ જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિને અભિમુખ બન્યો. આ આત્માનો ભાવમલ ઘણો ઘણો હ્રાસ પામ્યો છે. તેના કારણે જ યથાર્થતત્ત્વો જાણવાની જિજ્ઞાસા
For Private & Personal Use Only
www.jainelibrary.org