________________
૧૪૧
ચોથી દીપ્રા દૃષ્ટિ ભ નીચેનો પકડેલો ભાગ છોડ પણ પડે. તો જ ઉપર આવે, અર્થાત્ નીચેનો ગમે તેવો મજબૂત પકડેલો ભાગ પણ ઉપરના ભાગના ગ્રહણ પછી છોડી જ દેવો જોઈએ. ગ્રહણ અને મોચન એમ ઉભય હોય તો જ ઉપર આવે છે. નીચેની પકડના કદાગ્રહથી ઉપર અવાતું નથી. એવી જ રીતે આ આત્મા જેમ જેમ અધ્યાત્મમાર્ગમાં વિકાસ કરે છે તેમ તેમ કુત્સિત આગ્રહો, તેના કારણભૂત તર્કો, મિથ્થામતિ, મિથ્યાપક્કડ છૂટતી જાય છે. તેથી મહાત્માઓને આવા કદાગ્રહો - ઝઘડા-ટંટા કે કુતર્કો હોતા નથી. .
મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતિમ કાળમાં મુક્તિના નામભેદનો કે સર્વજ્ઞના નામભેદનો વિવાદ - ઝઘડો વગેરે કુલેશવૃત્તિવાળું ચિત્ત હોતું નથી. પરંતુ ગુણીયલ ચિત્ત બની જાય છે કે જેનાથી આ જીવ તુરત જ સમ્યકત્વ, સ્થિરાદિ દષ્ટિ અને વેદસંવેદ્યપદ પ્રાપ્ત કરે છે. તે ચિત્તમાં નીચે મુજબ ગુણો પ્રગટ કરવાના હોય છે. (૧) પરને સૂક્ષ્મ પણ પીડા ન કરવી. કોઈ જીવને દુઃખ ન આપવું. (૨) પાપકર્મ કરનારા જીવો ઉપર પણ ભાવ અનુકંપા કરવી. પરંતુ માત્સર્ય કે દાઝ ન કરવી. (૩) વડીલો (માતા-પિતાદિ સર્વ પરિવાર) દેવો, બ્રાહ્મણો, યતિઓ, તપસ્વી મહાત્માઓની પૂજા કરવી, તેઓ તરફ પૂજ્યભાવ રાખવો, હૈયાનું બહુમાન રાખી વિનયાદિમાં પ્રવર્તવું આવા ગુણો ચિત્તમાં પ્રગટ કરવાના હોય છે.
સર્વકર્મક્ષય રૂપ મુક્તિ એક છે. મુક્તિ પ્રાપ્ત કરવાના ઉપાય સ “પ્રશમભાવ” એ મુક્તિમાર્ગ પણ એક જ છે. સર્વજ્ઞ પણ સર્વજ્ઞતા ગુણથી સમાન છે. એક છે. તેનામાં હીનાધિકતા કે તરતમતા હોતી નથી. તેથી જ તેઓની દેશના પણ પરના ઉપકાર કરવા રૂપે મહાવૈદ્યની જેમ એક જ હોય છે. તેથી મુક્તિના કે સર્વજ્ઞના નામભેદ કે શબ્દભેદનો અને દેશના ભેદનો ઝઘડો-ટંટો ત્યજીને મહાત્મા પુરુષો અનુકંપા-અને ગુરુ આદિની સેવા કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org