________________
આઠ દૃષ્ટિની સાય
સર્વવિરતિ તથા તે સંબંધી ગુણોમાં વ્યાઘાત થાય છે. ફરીથી ગુણો તિરોભૂત થઈ જાય છે. તેથી ઘડીભર એમ લાગી જાય છે કે આરંભેલું “મુક્તિપ્રયાણ” જાણે ભાંગી પડ્યું. પરંતુ હકીકત તેમ બનતી નથી તે ઉદાહરણ સાથે સમજાવે છે.
૧૮
કોઈ એક ગામથી બીજે ગામ પગપાળા ચાલીને ત્યાં પહોંચવાનું કાર્ય કોઈ પુરુષે જ્યારે આરંભ્યું હોય, ત્યારે વચ્ચે વચ્ચે વિશ્રામ લેવામાં આવે, રાત્રિ પડે ત્યારે શયન કરવામાં આવે, તો પણ તે આરંભેલું પ્રયાણ ભાંગ્યું કહેવાય નહીં, પરંતુ વચ્ચે કરાતો વિશ્રામ અને રાત્રિશયન શારીરિક પરિશ્રમને જેમ દૂર કરે છે અને નવા પ્રયાણ માટે બળ અને ઉત્સાહ પ્રેરે છે, તેવી રીતે ચાલુ મનુષ્યભવમાં આરંભેલી સાધના અને મુક્તિપ્રયાણ ભવાન્તરમાં જાય ત્યારે ભાંગતું નથી, પરંતુ સાધના સાધતાં સાધતાં અને પ્રયાણ કરતાં કરતાં લાગેલા થાકને(પરિશ્રમને) દૂર કરવા રૂપ છે. ચાલુ ભવ પુરો થતાં જ આ જીવ તે પછીના ભવમાં વધેલા બળ અને ઉત્સાહ વડે વધુ વેગપૂર્વક સાધના કરે છે. માટે તે જીવનું મુક્તિ પ્રયાણ ભાંગતું નથી. મુક્તિ પ્રયાણ અખંડ જ રહે છે.
દેવના ભવ પામવા છતાં તેના સુખોમાં આ જીવ અલિપ્ત જ રહે છે. . પ્રાયઃ ઔદયિક ભાવે જ ભોગવે છે. તેથી બંધાયેલા શ્રેષ્ઠ પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા આ જીવ પછી પછીના ભવમાં ઉચ્ચકોટિની સાધનાની સામગ્રી પામે છે. તેથી પ્રયાણ ભાંગતું નથી.
આ પ્રમાણે યોગની દૃષ્ટિઓનું વર્ણન કરતાં પહેલાં પ્રાસંગિક કેટલુંક વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રીએ સમજાવ્યું. હવે ક્રમશઃ એક એક યોગની દૃષ્ટિનું વર્ણન સમજાવે છે. ઓઘષ્ટિમાંથી નીકળીને યોગની દૃષ્ટિ તરફ વળવા માટેની આ ઉત્તમ સજ્ઝાય છે. પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org