________________
૮૪
આઠ દૃષ્ટિની સાય
છે. ક્ષણિક સુખ અને અપાર દુ:ખ જ દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દુર્ગુણોને દૂર કરવારૂપ રેચક, સદ્ગુણોને મેળવવારૂપ પૂરક, અને પ્રાપ્ત થયેલા ગુણોને સ્થિર કરવા રૂપ કુંભક એમ ત્રણ પ્રકારના પ્રાણાયામ રૂપ યોગદશાનું ચોથું અંગ આ જીવમાં આવે છે. આવી દશા આવતાં જીવને આત્મકલ્યાણ માટે ધર્મતત્ત્વનું મહત્ત્વ સમજાય છે. આત્માની શુદ્ધ દશા જો મેળવવી હશે તો જીવનમાં ધર્મતત્ત્વ અંગે અંગે વ્યાપ્ત કરવું જ પડશે. તે જ તત્ત્વ આ સંસારથી બચાવનાર છે. એમ સમજી તેના પ્રત્યે અપાર પ્રેમ ઉદ્ભવે છે. આ જ વાત ગ્રંથકારશ્રી આગળની ગાથામાં વ્યક્ત કરે છે. ૨
ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ. પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મનમોહન૦ ગા
ગાથાર્થ આ દૃષ્ટિમાં આવેલો આત્મા ધર્મ માટે પ્રાણને ત્યજે છે. પરંતુ ગમે તેવું સંકટ પડે તો પણ પ્રાણના અર્થે ધર્મને ત્યજતો નથી.
-
આ દૃષ્ટિનો પ્રભાવ કેવો છે ? તે તમે જુઓ. ।।૩।। વિવેચન ભાવ પ્રાણાયામના પ્રભાવે આત્મામાં જ્ઞાનાદિ ગુણો સ્થિરતાને પામે છે. સદ્ગુરુ પાસે નિરંતર તત્ત્વશ્રવણ કરતાં વસ્તુનો સારાસારરૂપ પરમાર્થ સમજાય છે. હિતાહિત, હેયોપાદેય અને કર્તવ્યાકર્તવ્યનો વિવેક વધારે જાગૃત થાય છે. તેનાથી જીવનમાં ધર્મની આવશ્યકતા દૃઢ થાય છે. હૃદયમાં ધર્મતત્ત્વની દૃઢ પ્રાપ્તિ વિના આત્મકલ્યાણ શક્ય નથી એવો મજબૂત પક્ષપાત ધર્મ પ્રત્યેનો જામી જાય છે. તેના કારણે ધર્મ માટે જરૂર પડે તો પ્રાણોનો પણ ત્યાગ કરે છે. પરંતુ ગમે તેવું સંકટ આવે તો પણ પ્રાણોની રક્ષા માટે આ જીવ ધર્મનો ત્યાગ કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org