________________
૧૦૦
અને આ
રીતે પાપ
વરિ કરતી વખ
આઠ દૃષ્ટિની સઝાય અને તુરત ઉપાડી લે છે. મૂકે છે ત્યારે પણ વેદનાના કારણે રડે છે. એવી રીતે પાપ પ્રવૃત્તિ કરી ન કરી અને તેમાંથી તુરત નિવૃત્તિ કરે છે અને તે પાપપ્રવૃત્તિ કરતી વખતે પણ અત્તરવેદનાથી આ જીવ રડે છે. ગ્રંથભેદ થયા પછી આ જીવને પાપનો પસ્તાવો, પાપનો ડર, અને પાપથી દૂર જ રહેવાની એવી ઉમદા બુદ્ધિ પ્રગટે છે કે કદાચ પાપપ્રવૃત્તિ કરવી જ પડે તો તે પ્રવૃત્તિ તતલોહપદન્યાસસમવૃત્તિ હોય છે. આ કારણે જ આ પાપપ્રવૃત્તિ અન્તિમ જાણવી. આ પ્રવૃત્તિ પછી પાપપ્રવૃત્તિની નિવૃત્તિ(અભાવ) જ થાય છે.
સર્પની સાથેનો સહવાસ કેવો છે ? તેનું એકવાર સાચું ભાન થાય તે આત્મા કદાપિ સર્પની સાથે રહેવાનો કે રમવાનો શું પ્રયત્ન કરે ? અર્થાત્ પ્રયત્ન ન જ કરે. તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને પાપો એ સર્પથી પણ વધુ ભયંકર લાગ્યાં છે. તેથી પાપ પ્રવૃત્તિ સર્વથા બંધ થાય છે. એકવાર પણ પાપના સ્વરૂપનો અને પાપના વિપાકનો ખ્યાલ આવે છે તે આત્મા જીવનમાં પાપ કરવાનો કદાપિ વિચાર કરતો નથી. આ વાત સહેજે સમજાય તેમ છે.
અત્યાર સુધીના સંસારના સુખની આસક્તિ જ એવી હતી કે પાપનો વિપાક અનેકવાર અનુભવ્યો હોવા છતાં પણ ફરી ફરી તેવા પાપની પ્રવૃત્તિ કરાવ્યા જ કરતી હતી. પરંતુ ગ્રન્થિભેદ થવાના કારણે પાપપ્રવૃત્તિનો વિપાક ભયંકર લાગ્યો છે. તHલોહ ઉપર એકવાર પગ મૂકવાનો પ્રસંગ આવ્યો હોય અને પોતે જાતે તેનો અનુભવ કર્યો હોય તો તે જીવ ફરીથી તે તHલોહ ઉપર પગ મૂકવાનો દિવસ આવે તેવી પ્રવૃત્તિ શું કરે ? અર્થાત્ ન જ કરે. તેવી રીતે આ જીવને પાપ પ્રવૃત્તિનો વિપાક અતિશય દુઃખદાયી તરીકે સાલે છે તેથી અલ્પ પણ પાપપ્રવૃત્તિ આ જીવ આચરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org