________________
૧૨૨
આઠ દૃષ્ટિની સજઝાય ગાથાર્થ - સંસારી દેવો અનેક પ્રકારના છે. તેથી તેઓની ભક્તિ ચિત્ર-વિચિત્ર છે. એક દેવની ભક્તિ રાગથી અને બીજા દેવની ભક્તિ દ્વેષથી થાય છે. પરંતુ મુક્તિની (મુક્તગત દેવની) ભક્તિ અચિત્ર એવી એક પ્રકારની છે. ૧પ
વિવેચન - લોકપાલાદિ સંસારી દેવો અનેક પ્રકારના છે. ભવનપતિ-વ્યંતર જ્યોતિષ્ક-વૈમાનિક તથા તેના અનેક પેટાભેદરૂપે દેવો અનેક પ્રકારના છે. તથા તે દરેકની અંદર ઈન્દ્ર-સામાનિક- ત્રાયશ્ચિંશત્ ઇત્યાદિ ભેદે પણ દેવો વિવિધ ભેટવાળા છે. અને તે દેવો પણ ભિન્ન ભિન્ન અભિપ્રાય વાળા છે. તેથી તેઓની ભક્તિ ચિત્ર-વિચિત્ર હોય છે. તથા ભક્તિ કરનારા ભક્ત લોકોમાં કોઈ દેવ ઉપર રાગ અને કોઈ દેવ ઉપર દ્વેષ હોય છે. તેથી કોઈ દેવની ભક્તિ રાગથી કરે છે. અને બીજા દેવની ભક્તિ દ્વેષથી કરે છે. જેમ કે સરસ્વતી અથવા લક્ષ્મી આદિ દેવીઓ પ્રત્યે લોકોને ઘણો પ્રેમ હોય છે. અને તેની ભક્તિ રાગથી(પ્રેમથી) કરતા હોય છે. અને પોતાના કોઈ કુટુંબીને ભૂત-પ્રેત આદિ દેવ વળગ્યા હોય તો તે જે માગે તે આપીને ભક્તિ કરે છે. પરંતુ તે શરીરમાંથી જલ્દી કેમ નીકળે(દૂર થાય)? એવા ભાવથી એટલે કે હૃદયગત અપ્રીતિથી કરે છે. આથી સંસારી દેવામાં અવશ્ય ભેદ છે. પરંતુ મુક્તિની ભક્તિ એટલે કે મુક્તગત વીતરાગ સર્વજ્ઞની ભક્તિ અચિત્ર –એક જ પ્રકારની હોય છે. સમતાગુણની પ્રાપ્તિ કરવી એ જ સિદ્ધ પરમાત્માની ભક્તિ છે. તેથી સર્વજ્ઞ એક જ છે. (વ્યક્તિરૂપે ભલે અનેક-અનંત છે. પરંતુ જ્ઞાનગુણે કરી સમાન છે.) તેથી સર્વજ્ઞના વચનમાં મતભેદ હોય નહીં, તે વચન ત્રણે કાળે સમાન જ હોય અર્થાત્ ત્રિકાલાબાધિત હોય છે. માટે મારે સર્વજ્ઞ ભગવાનનું વચન સ્વીકારી લેવું જોઈએ. તેમાં કોઈપણ પ્રકારના કુતર્ક કરવા ઉચિત નથી. કુતર્ક ત્યજીને સર્વજ્ઞનું વચન સ્વીકારું. એવા પરિણામો (અધ્યવસાયોવિચારો) આ સાધક આત્માને થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org