________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
ગાથાર્થ - પુદ્ગલદ્રવ્યોની રચના ભયંકર (દુ:ખદાયી) છે. જેઓનું ચિત્ત તે પૌદ્ગલિકભાવોમાં લેપાતું નથી. તે સર્વેનો મોક્ષમાર્ગ એક જ છે. તેના ભેદ જે કહે છે. તે આ સંસારમાં દીન(દયાપાત્ર અજ્ઞાની) છે. એમ જાણવું. ૧૯૫
૧૩૨
પરતત્ત્વના
વિવેચન - જે આત્માઓ જૈન શાસન પામેલા છે, તેના પ્રત્યે અનહદ ગુણાનુરાગી થયા છે. તેથી જ સમ્યક્ત્વી છે. (આત્મતત્ત્વના) સાચા જાણ બન્યા છે. તેવા જ્ઞાનીઓને આ સંસારની સારી અને નરસી સર્વે પણ પૌદ્ગલિક રચનાઓ કારમી (ભયંકર - દુ:ખદાયી) જ લાગે છે. કારણ કે બંગલા, ગાડી, અલંકાર, હીરામાણેક – મોતી- સુવર્ણાદિરૂપે જે જે સારી રચના છે તે આ જીવનમાં રાગ, આસક્તિ અને પ્રીતિ ઉત્પન્ન કરે છે. અને જે ઝુંપડાં, મલીન વસ્ત્ર, વધ્યું-ઘટ્યું ભોજન, આદિ હીન-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળી પુદ્ગલોની રચના છે. તે આ જીવનમાં દ્વેષ-અપ્રીતિ-આર્ટ-રૌદ્ર ધ્યાન કરાવવા દ્વારા મલીનતા ઉત્પન્ન કરે છે. આ રીતે સારી વસ્તુઓ રાગ કરાવવા દ્વારા અને તુચ્છ વસ્તુઓ દ્વેષ કરાવવા દ્વારા આ જીવને ચીકણાં કર્મો બંધાવે છે. અને ભવભ્રમણામાં રઝળાવે છે. માટે આ સર્વે પૌદ્ગલિક ભાવોની રચના આવા જ્ઞાની આત્માઓને કારમી લાગે છે. ભયંકર દેખાય છે. અનંત સંસારમાં રઝળાવનાર લાગે છે. તેથી તેવી રચનાઓમાં તેઓનું ચિત્ત આસક્ત બનતું નથી.
આવા પ્રકારના આ મહાત્માઓ પૌદ્ગલિકભાવોથી નિરુત્સુક હોય છે. ભવના ભોગોથી વિરક્ત હોય છે. તેઓનું મન પ્રાકૃતભાવોમાં લીન-તન્મય થતું નથી. આવા મહાત્માઓને ભવાતીતાર્થયાયી કહેવાય છે. બાહ્યભાવોમાં ચિત્ત નિરુત્સાહી અને વિરક્ત હોવાથી આ આત્માઓ અતિશય નિર્મળ અને શુદ્ધ હોય છે. તેથી જ પાંચે ઇન્દ્રિયોના વિષયો, તજ્જન્ય વિકારો, મોહની વાસનાઓ અને કષાયોની માત્રાઓ ઘણી જ શાન્ત થઈ ગયેલી હોય છે. તેથી આ જીવ ઉપશમભાવને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org