________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૩૩
ચિત્તને “સમભાવમાં” રાખવું, મનનું શમપ્રધાન થવું, મુક્તિનો એ જ એક માર્ગ છે. અનુષ્ઠાનો ગમે તે આચરો, ગમે તેટલાં આચરો, પરંતુ તે સર્વે અનુષ્ઠાનો દ્વારા “પ્રશમભાવ” જ પ્રાપ્તવ્ય છે. તે જ એક સાચો અને ઋજુ (સરળ) મુક્તિમાર્ગ છે. તથા મુક્તિના ઉપાયભૂત અનુષ્ઠાનો અનેક હોવા છતાં ત્યાં પહોંચવાનો માર્ગ આ “પ્રશમભાવ” એક જ છે. બીજો કોઈ જ નથી. તેથી જે જે જુદા જુદા મુક્તિમાર્ગ માને છે તે આ જગતમાં અજ્ઞાની છે. જ્ઞાની આત્માઓને તેનું અજ્ઞાન જોઈને દયા ઉપજે છે. અર્થાત્ તેઓ દીન છે.
ચોથા ગુણઠાણાથી ૧૪ મા ગુણઠાણા સુધીના સર્વે જીવો એક જ મુક્તિમાર્ગ ઉપર દૂર - આસન્નભેદે આરૂઢ થયેલા છે. જેમ સમુદ્રના સામા કિનારે પહોંચવા માટે પ્રસ્તુત કિનારેથી તરવા માટે પડેલા પચીસ પચાસ જીવો સામા કિનારાની પ્રાપ્તિને અનુરૂપ એક સરખા સમાન માર્ગે જ તરે છે. પરંતુ જેની તરવાની ગતિ વેગવાળી છે તે સામા કિનારે પહોંચવા માટે અતિશય આસન્ન છે. અને જેની તરવાની ગતિ મંદ, મંદતર અને મંદતમ છે, તેવા જીવો પણ તરવા માટેના તે જ એક માર્ગ ઉપર તરે છે. પરંતુ તરવાની ગતિ મંદ હોવાથી પહોંચવાના કિનારાથી દૂર-દૂરતર અને દૂરતમ છે. તેવી જ રીતે ૪થી ૧૪ ગુણસ્થાનકવાળા જીવો “પ્રશમભાવ” રૂપ મુક્તિના એક જ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. પરંતુ પ્રશમભાવની માત્રા તરતમતાવાળી-વિકાસ પામેલી હોવાથી ૧૪મા વાળા મુક્તિને આસન્નતમ કહેવાય છે. ૧૩મા વાળા આસન્નતર કહેવાય છે. ૧૨મા વાળા આસત્ર કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. પરંતુ માર્ગભેદ હોતો નથી.
યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે -
-
एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । અવસ્થા ખેતમેતેપ, નથી તીરમાર્થવત્ ॥૨૮॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org