________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૩૭
સર્વજ્ઞ પરમાત્માઓમાં દેશનાભેદ કલ્પીને તરતમતા કે હીનાધિકતા માનવી અને તેનાથી તેઓનો અવર્ણવાદ - કે નિંદા કરવી તે મહાપાપ છે. જિહ્વાચ્છેદથી પણ અધિક પાપ છે. આ જ વિષય આ.ભ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં ગાથા ૧૩૪થી ૧૪૬માં સવિસ્તર સમજાવ્યો છે. વધારે ત્યાંથી જાણી લેવું.
આ પ્રમાણે ભવાતીતાર્થયાયી મહાત્માઓને મુક્તિ પણ એક છે. મુક્તિમાર્ગ પણ એક છે. સર્વજ્ઞ પણ એક છે. અને સર્વજ્ઞની દેશના પણ એક છે. વસ્તુસ્થિતિ એક જ છે. માત્ર દર્શને દર્શને તેનાં નામોનો જ ભેદ છે. જ્યાં પદાર્થ એક જ હોય અને નામ માત્રનો જ ભેદ હોય તેવી બાબતમાં મહાત્મા પુરુષોને ઝઘડો-ટંટો હોતો નથી. આ
જ વાત ગ્રંથકાર આગળ સમજાવે છે. ર૦ા શબ્દભેદ ઝઘડો કિસ્સોજી, પરમારથ જો એક । કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહી છેક II મનમોહન૦ ॥૨૧॥ ગાથાર્થ - જો પરમાર્થ(વસ્તુસ્થિતિ) એક જ હોય તો શબ્દભેદનો ઝઘડો શું કામનો ? ગંગા નદીને ગંગા કહો કે સુરનદી કહો, પરંતુ તેમ કહેવામાં કંઈ વસ્તુ ફરી જતી નથી. ॥૨૧॥
વિવેચન - જો પરમાર્થ એક જ હોય છે. વસ્તુસ્થિતિ જો એક જ છે. તો નામભેદનો ઝઘડો શું કામનો ? મહાત્મા પુરુષોને આવો ઝઘડો હોતો નથી. જેમ કે જે ગંગા નદી છે, તેને કોઈ ગંગાનદી કહે, કોઈ સુરનદી કહે, તો તેમ નામભેદ કહેવા માત્રથી કંઈ વસ્તુ બદલાઈ જતી નથી.
સમજાવવાનો આશય એ છે કે જો મુક્તિ એક જ છે. તો તે મુક્તિનો દર્શનભેદે નામભેદ હોય તેનો મહાત્માઓને ઝઘડો હોતો નથી. જેમ આ જ મુક્તિને જુદા જુદા દર્શનકારો (૧) સદાશિવ, (૨) પરબ્રહ્મ, (૩) સિદ્ધાત્મા, (૪) તથાતા આવા પ્રકારનાં ભિન્ન-ભિન્ન નામો કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org