________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૨૫ ઇચ્છાથી, લોકોને ધર્મકાર્ય કરતા દેખીને જે ધર્માનુષ્ઠાન કરવાં તે સર્વે બુદ્ધિપૂર્વકનાં ધર્માનુષ્ઠાનો છે. આ વિષય સમજાવવા માટે શાસ્ત્રમાં “રત્ન”નું એક સુંદર ઉદાહરણ છે.
રત્નોથી સર્વથા અજાણ પુરુષ તેના વેપારીઓને ત્યાં જ્યારે રત્નોની બાબતનું જ્ઞાન મેળવવા શિખાઉ તરીકે બેસે અને રત્નોની પરખ-વિધિ શીખે તે પણ “રત્નદર્શન” જ કહેવાય, પરંતુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થતું નથી. ઈન્દ્રિયો દ્વારા માત્ર રત્નોનું જ્ઞાન જ મેળવાય છે. તેવી રીતે દેખાદેખીથી કરાતાં ધર્માનુષ્ઠાનો ઇન્દ્રિયાર્થમાત્ર વિષયક હોવાથી આત્માર્થની સાધનાની કંઈપણ સિદ્ધિ તેનાથી થતી નથી. આ બધું બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે.
(૨) તે તે ધર્માનુષ્ઠાન કરવાનો બોધ જ્યારે આગમાનુસારી જ્ઞાનપૂર્વકનો હોય છે ત્યારે તેની વિધિ-અવિધિનો પૂરેપૂરો ખ્યાલ હોય છે. કર્તવ્યતાની બુદ્ધિપૂર્વક કરવાની ઈચ્છા થાય છે. ત્યારે તે જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. જેમ કે રત્નોને જોયા પછી તેના પારખવાની વિધિ રત્નના અનુભવીઓ પાસેથી અને પોતાના બુદ્ધિબળે જાણીને ત્યારબાદ રત્નોને રત્નો તરીકે ઓળખીને જે રત્નદર્શન કરાય છે. તે પૂર્વના બિનઅનુભવવાળા રત્નદર્શન કરતાં અનેકગણું ચડીયાતું છે. તેવી જ રીતે આગમશાસ્ત્રોના જ્ઞાનપૂર્વકનું ધર્માનુષ્ઠાન છે. જેમ કે તીર્થયાત્રાએ જતા લોકોને જોઈને તીર્થ એટલે શું ? તીર્થે જવાનું કારણ શું? તીર્થે જઈએ તો ત્યાં જઈને શું કરવાનું? પરમાત્માનો ઉપકાર શું? ઈત્યાદિ જ્ઞાન મેળવીને તીર્થે જવું. તેની જેમ અહીં સમજવું.
નવા શિખાઉના રત્નદર્શનમાં અને શિક્ષિતના રત્નદર્શનમાં જેટલો તફાવત છે. તેટલો જ તફાવત બુદ્ધિપૂર્વકના અને જ્ઞાનપૂર્વકના ધર્માનુષ્ઠાનમાં છે. આજ કાલ બુદ્ધિપૂર્વકનાં (વિષય રસની પ્રધાનતાવાળાં) ધર્માનુષ્ઠાનો સવિશેષ થતાં જોવાય છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org