________________
૧૨૬
આઠ દૃષ્ટિની સજ્ઝાય
જ્ઞાનપૂર્વકનાં થતાં ધર્માનુષ્ઠાનો બહુ જ ઓછાં દેખાય છે. વાસ્તવિકપણે તે જ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો જ વધુ ઉપકારક છે.
(૩) સદનુષ્ઠાનપૂર્વકના બોધથી જે જે અનુષ્ઠાનો કરાય છે તે તે અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે. જેમ રત્નના શિખાઉ કરતાં રત્નોનો શિક્ષિત પુરુષ જુદી રીતે રત્નદર્શન કરે છે. અને તે શિક્ષિત કરતાં પણ રત્નોનો વેપાર કરનારો (લેવડ-દેવડ કરનારો) પુરુષ રત્નોનું દર્શન (મને વધારે આર્થિક લાભ કેવી રીતે થશે ?) એમ સમજીને જુદી રીતે જ કરે છે. તેવી જ રીતે આ ત્રીજા પ્રકારનું અને તદનુગત અનુષ્ઠાન અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે.
વાસ્તવિક રીતે આ બોધના (જ્ઞાનના) ત્રણ પ્રકાર છે. પરંતુ જેવો બોધ હોય છે તેવું અનુષ્ઠાન કરાય છે. તેથી અનુષ્ઠાન પણ ત્રણ પ્રકારનું કહેવાય છે. “સદનુષ્ઠાન” કોને કહેવાય ? તે ગ્રન્થકારશ્રી પોતે જ આગળ ઉપર સમજાવે જ છે. ઉપરની વાતનો સારાંશ આ પ્રમાણે છે
(૧) રત્નોના શિખાઉની જેમ પાંચ ઇન્દ્રિયોના વિષયથી આકર્ષાઈને ઊંડી સમજ વિના જે ધર્મબોધ થાય, અને તેનાથી જે ધર્માનુષ્ઠાન કરાય તે બુદ્ધિગત ધર્મ અનુષ્ઠાન કહેવાય છે.
(૨) રત્નોના શિક્ષિત પુરુષની જેમ આગમશાસ્ત્રોના અભ્યાસપૂર્વક વિધિ-અવિધિના વિવેકપૂર્વકનો જે શાસ્ત્રીયબોધ, તેને અનુસારે કરાતું જે ધર્માનુષ્ઠાન તે જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે.
(૩) રત્નોનો વેપાર કરતા પુરુષની જેમ સદનુષ્ઠાન યુક્ત જે બોધ અને તેને અનુસારે કરાતું જે ધર્માનુષ્ઠાન તે અસંમોહાનુષ્ઠાન કહેવાય છે. ત્રણે પ્રકારના બોધમાં અને તદનુસારે થતા ધર્માનુષ્ઠાનોમાં કર્તાના આશયવિશેષનો ભેદ હોવાથી ફળની પ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન થાય છે. ।।૧૬।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org