________________
૧૨૯
ચોથી દીપ્રા દૃષ્ટિ જીવ કરે છે અને તે પુણ્ય દ્વારા પણ પરંપરાએ સંપત્તિનો જ યોગ વર્તે છે. આ સંપત્તિ બે પ્રકારની છે. અભ્યત્તર અને બાહ્ય, ઉદારતા, દાક્ષિણ્યતા, નમ્રતા, સરળતા અને પાપભય આદિ ગુણીયલ જીવન એ અભ્યત્તર સંપત્તિ અને ધન, પ્રતિષ્ઠા, નિરોગી દેહ ઇત્યાદિ બાહ્ય સંપત્તિ છે. વિદ્ધના અભાવની સાથે જ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્માનુષ્ઠાન આચરવામાં સાધન-સામગ્રીની ન્યૂનતા જણાતી નથી. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ સાધનનો પ્રતિબંધ જણાતો નથી. કારણ કે સાધક આત્માની સાધકતા વસ્તુતઃ સાધનની અપેક્ષા રાખવામાં નથી. પરંતુ જે વસ્તુ વર્તમાનમાં વિદ્યમાન છે, તેને જ સાધનાનું સાધન બનાવવાનું સામર્થ્ય તેનામાં હોય છે. જે જે કાળે જેવા જેવા સંજોગો ઉપસ્થિત થાય તેવા સંજોગોને પણ તે સાધનાનું અંગ બનાવી લે છે. આવા સાધકોને સિદ્ધિ સહજભાવે મળતી જ હોય છે. કોઈપણ ઇષ્ટસાધનની અપેક્ષાના કારણે સાધનામાં આ જીવ વિલંબ કરતો નથી. આવેલા સંજોગોને જ ઇષ્ટ સાધનાનું અંગ બનાવે છે. આ સંપત્તિની પ્રાપ્તિ તે સદનુષ્ઠાનનું ચોથું લક્ષણ છે.
(૫) જિજ્ઞાસા - એટલે જાણવાની ઇચ્છા, આદર અને પ્રીતિના કારણે જે જે ધર્મ અનુષ્ઠાનો ઉપાદેય લાગ્યાં છે, આચરવાની ઇચ્છા થઈ છે, આનાથી જ આત્માનું હિત છે એવું સમજાયું છે, તે ધર્માનુષ્ઠાનોની વિધિ જાણવાની. તથા કયા કાળે કરાય ? કેવી રીતે કરાય ? તેમાં આવતાં સૂત્રો તથા તેના અર્થને જાણવાની, તથા આવા પ્રકારનાં અનુષ્ઠાનોથી આત્મામાં શું શું લાભ થાય ? કેવા કેવા ગુણો આવે ? ઇત્યાદિ જાણવાની તમન્ના પ્રગટે છે. કારણકે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાનો આશય છે. એટલે તેની વિધિ સંબંધી, સૂત્રસંબંધી, અર્થસંબંધી, અને કાલાદિના નિયમસંબંધી જિજ્ઞાસા આ આત્મામાં પ્રવર્તે છે. આ જિજ્ઞાસા એ સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે.
(૬) બુધસેવના - આપણે આચરેલું ધર્મ અનુષ્ઠાન નિરતિચાર આ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org