________________
૧૨૮
આઠ દૃષ્ટિની સઝાય અને અથાગ પ્રયત્નથી જ લભ્ય હોય તે વસ્તુ પ્રાપ્ત થયા પછી તેના ઉપર ઘણો જ રાગ હોય છે. જેમ કોઈ માણસે લોટરીની ટીકીટ લીધી હોય અને તે લાગવાથી ધનવાન થાય, અથવા શેરબજારાદિના સટ્ટાથી કે જુગારથી ધનવાન થાય તેને ધન ઉપર જેટલો રાગ હોય, તેના કરતાં ઘણી મહેનત-મજુરી કરીને કરીયાણાની સેંકડો વસ્તુઓ રાખી તેનો ધંધો કરતાં પાકી મજુરી કરવા દ્વારા જે ધનવાન થયો હોય તેને ધન ઉપર વધારે રાગ હોય છે. તેમ આ ઉત્તમ અનુષ્ઠાનો પુનઃ પુનઃ પ્રાપ્ત થવાં અતિશય દુષ્કર છે. તેથી આદર (અતિશય પ્રયત્ન) દ્વારા મળેલાં છે. માટે અતિશય રાગપૂર્વક – પ્રેમપૂર્વક તે અનુષ્ઠાનો આચરે આ ક્રિયામાં રતિ એ સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે.
(૩) વિધ્યનો નાશ - જે જે ધર્માનુષ્ઠાનો સેવતાં આદર (પ્રયત્નવિશેષ) ઘણો હોય અને તે અનુષ્ઠાનો પ્રત્યે પ્રીતિ (પ્રેમ-રાગ) ઘણો હોય, તો તે તે અનુષ્ઠાનો આદરવાથી પૂર્વબદ્ધ કર્મો તુટી જાય છે. ઘણી નિર્જરા થાય છે. અને અપૂર્વ પુણ્ય ઉપાર્જન થાય છે. કર્મોના નાશના કારણે ધર્મકાર્યોમાં વિદ્ગો(ભયો) આપોઆપ ટળી જાય છે. પહેલાં ધર્મ કરવાના ભાવ થતા ન હતા અને કદાચ થાય તો પણ સંજોગો અનુકૂળ મળતા ન હતા. કંઈકને કંઈક ઉપાધિઓ આડી આવતી હતી. હવેથી આ દૃષ્ટિની નિર્મળતાના કારણે સંજોગો પણ સાનુકૂળ થાય છે. તકલીફો દૂર થાય છે. જે અનુષ્ઠાન આચરવાનું મન થાય તે અનુષ્ઠાનની સાધનાને અનુરૂપ સાધનસામગ્રી મળ્યા જ કરે છે. આવી સંપત્તિનો યોગ અને વિલનનો અભાવ એ આ સદનુષ્ઠાનનું ત્રીજું લક્ષણ છે.
(૪) સમ્પત્તિની પ્રાપ્તિ - માય પાદર અને રાગથી કરાયેલા અનુષ્ઠાન દ્વારા પૂર્વબદ્ધ પાપકર્મના ના થિી જમ વિનાનો અભાવ થાય છે. તેવી જ રીતે પૂર્વબદ્ધ પુણ્યોદયના કારણે સંપત્તિની પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. તથા શુભભાવો દ્વારા એવા પુણ્યનું સર્જન પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org