________________
૧૦૮
ભવાભિનંદી જીવ પણ ધર્મજ્ઞાનથી અજ્ઞાની જ છે.
આ પ્રમાણે ભવાભિનંદી જીવો અવેદ્યસંવેદ્યપદના પ્રતાપે ઉપર કહેલા આઠ દોષોથી ભરપૂર હોય છે. જ્યાં સુધી અવેઘસંવેદ્ય પદ જીતાતું નથી એટલે કે દૂર થતું નથી ત્યાં સુધી પણ જતા નથી. તેથી આત્માર્થી મુમુક્ષુ સાધકોએ આ જીતવું જ જોઈએ. [૯]
આ આઠ દોષો અવેદ્યસંવેદ્યપદ
અવેદ્યસંવેદ્યપદ જીતવાના ઉપાયો ગ્રંથકારશ્રી સમજાવે છે
એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠોર । સાધુસંગ આગમતણો જી, તે જીતે ધરી જોર ।। મનમોહન૦ ||૧૦|
ગાથાર્થ આવા પ્રકારના અવગુણો(દોષો)વાળા જીવનું અવેદ્યસંવેદ્યપદ ઘણું કઠોર(દુર્ભેદ્ય) છે. પરંતુ સાધુપુરુષોનો સંગ કરવાથી અને આગમશાસ્ત્રોનું વારંવાર શ્રવણ-મનન કરવાથી
આત્મબળ વિકસાવવા દ્વારા તે પદ જીતી શકાય છે. ।।૧૦।
આઠ દૃષ્ટિની સજ્ઝાય
-
વિવેચન નવમી ગાથામાં જણાવેલા ક્ષુદ્રતા આદિ અવગુણો(દોષો)વાળા ભવાભિનંદી જીવો અનેક દુર્ગુણોની ખાણ છે. કારણ કે આ આઠ દુર્ગુણો તો પ્રધાનપણે જણાવ્યા છે. આવા બીજા પણ અનેક દોષો હોય જ છે. તથા આ આઠ દોષો બીજા અનેક દોષોને લાવે પણ છે. એટલે ઘણા દોષોથી ભરેલા આ જીવો છે. આવા દોષપ્રધાન જીવોનું અવેધસંવેદ્યપદ અતિશય કઠોર હોય છે. એટલે કે વજ્રની જેમ દુર્ભેદ્ય હોય છે. તેને જીતવાના ઉપાયો આ ગાથામાં જણાવે છે કે
Jain Education International
-
કઠોર એવા અવેદ્યસંવેદ્યપદને જીતવાનો પ્રથમ ઉપાય સાધુસંગ છે. અને બીજો ઉપાય આગમ શ્રવણ-મનન છે. અથવા આગમશ્રવણ
For Private & Personal Use Only
www.jainelibrary.org