________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
માટે જ કરાતો સાધુસંગ, અથવા સાધુસંગ દ્વારા જ કરાતું આગમશ્રવણ એ ઉપાય છે. એવો અર્થ પણ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે.
આ અવેધસંવેદ્યપદ એટલે તાત્ત્વિક દૃષ્ટિએ ઘોર અજ્ઞાનદશા જ છે. તેથી આવા પ્રકારની અજ્ઞાનદશાને જીતવી હોય તો તેની સામે પ્રબળ એવી જ્ઞાનદશા આ જીવે મેળવવી જ જોઇએ. જ્ઞાનદશા વડે જ અજ્ઞાનદશા જીતાય છે. જ્ઞાનદશા પ્રાપ્ત કરવાના મુખ્યત્વે બે ઉપાય છે. એક ઉપાય એ છે, કે “સાધુસંગ” એટલે કે સાધુ મહાત્માઓ કે જે સંસારના ત્યાગી છે પાંચ મહાવ્રત અને પંચાચારના પાલક છે જિનેશ્વર પરમાત્માનાં આગમશાસ્ત્રો ભણેલા, જ્ઞાની અને ગીતાર્થ છે. પોતે વૈરાગી છે. વૈરાગ્યવાહિની દેશના આપવામાં દક્ષ છે. એવા ઉત્કટ ગુણોથી ભરપૂર એવા સાધુપુરુષોનો સમાગમ, સહવાસ, તેઓની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરવી આ પ્રથમ ઉપાય છે. સાધુ પુરુષો જ આ વિષયના અનુભવી વૈદ્ય છે. તેઓની પાસેથી
જેમ જેમ જ્ઞાનગંગા પ્રાપ્ત થતી જાય છે. તેમ તેમ અનાદિની અજ્ઞાનદશા સ્વરૂપ આ અવેદ્યસંવેદ્યપદ જીતાય છે.
૧૦૯
બીજો ઉપાય છે. આગમાભ્યાસ, જૈનશાસ્ત્રોમાં ભૂતકાળમાં થયેલા મહાન ગીતાર્થ આચાર્યોએ ભવ્યજીવોના કલ્યાણ માટે પરમાત્મા વીતરાગ દેવની વાણી વિવિધ પ્રકારે વર્ણવેલી છે. પોતપોતાની કક્ષા પ્રમાણે આ મહાત્માઓ પાસેથી આવાં શાસ્રો સાંભળવાથી, ભણવાથી, તેના ચિન્તન-મનનથી, જ્ઞાનદશા આ આત્મામાં જાગવાથી પણ અવેદ્યસંવેદ્યપદ જીતાય છે. મૂળ ગાથામાં “સાધુસંગ આગમતણો જી” જે પદ છે. તેમાંથી ગર્ભિત અર્થ એવો પણ થાય છે કે સાધુનો સંગ આગમ અભ્યાસ માટે જ કરવો. પરંતુ સાંસારિક પ્રલોભનો માટે કરવો ઉચિત નથી. તથા આગમતણો અભ્યાસ સાધુના સંગથી જ કરવો પરંતુ સ્વતંત્રમતિથી કે સ્વચ્છંદ રીતે ન કરવો. આ અર્થથી એવો પણ ભાવ નીકળે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org