________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૧૩ (૪) અભિમાનકૃત્ - કુતર્કવાદીને પોતાના કુતર્કનું ઘણું અભિમાન હોય છે. મારા જેવી તર્કશક્તિ કોઈનામાં નથી એવું માને છે. આગમમાં કહેલી વાતને પણ કુતર્કના જોરે ઉડાવે છે. અને તેમાં પણ પોતાની હોંશિયારી આ જીવ માને છે. કુતર્કથી કદાગ્રહવાળો, પોતાની માન્યતાનો આગ્રહી બને છે. જેથી સાચું જ્ઞાન આવતું જ નથી.
આ રીતે આ કુતર્ક આત્માને નુકશાન જ કરનાર હોવાથી ભાવશત્રુ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે -
बोधरोग: शमापायः, श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥ ८७ ॥
ગ્રંથકારશ્રી પૂ. યશોવિજયજી મ. સાહેબ કુતર્ક કેવો હોય છે તેનું એક સુંદર ઉદાહરણ આપણને સમજાવે છે કે -
કોઈ એક નગરમાં ન્યાયશાસ્ત્ર ભણેલો, એક વિદ્યાર્થી ક્યાંકથી આવતો હતો. તેની બરાબર સામી દિશાથી રાજમાર્ગ ઉપર ગાંડો થયેલો એક હાથી આવતો હતો. તેના ઉપર બેઠેલા મહાવતે લોકોને કહ્યું કે તે લોકો ! આજે આ હાથી ગાંડો થયો છે. તમે દૂર ખસી જાઓ, દૂર ખસી જાઓ. બધા જ લોકો ખસી ગયા. દૂર-દૂરના ઘરોમાં અને દુકાનોમાં ભરાઈ ગયા. પરંતુ પેલો ન્યાયશાસ્ત્ર ભણેલો વિદ્યાર્થી ન ખસ્યો. અને તેણે મહાવતને આ પ્રમાણે કહ્યું કે હે મહાવત ! આ હાથી શું દૂરના લોકોને મારે છે કે નિકટના લોકોને મારે છે ? બન્ને પક્ષે તારી વ્યાપ્તિ દોષિત છે. જો દૂર રહેલા(અપ્રાપ્ત) લોકોને મારતો હોય તો આ ઘરોમાં અને દુકાનોમાં ભરાયેલા લોકોને પણ તે હાથી મારનાર બનવો જોઈએ. હું પણ ગમે તેટલો દૂર
આ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org