________________
૧૧૨
આઠ દૃષ્ટિની સજઝાય વિવેચન - મિથ્યાત્વદશાના જોરવાળું એવું આ અદ્યસંવેદ્યપદ જીતાવાથી સહજપણે જ આ આત્મામાંથી વિષમ (ભયંકર) એવા કુતર્કો દૂર થઈ જાય છે.
પ્રશ્ન - કુતર્ક એટલે શું ?
ઉત્તર - જે અર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ હોય, તેને યથાર્થ રીતે સમજવાને બદલે તેમાં દોષો જણાવવા માટે જે દલીલો કરાય તે કુતર્ક કહેવાય છે. આ કુતર્ક આત્માની શુદ્ધદશાની પ્રાપ્તિમાં ઘણો જ અવરોધક છે. આ કુતર્ક એ આત્માનો અનેક રીતે ભાવશત્રુ છે. કારણ કે કુતર્ક બોધરોગરૂપ, શમાપાયરૂપ, શ્રદ્ધાભંગરૂપ, અને અભિમાનકૃત્ છે. તેથી મનનો તે ભાવશત્રુ છે.
(૧) બોધરોગ - જેમ શરીરમાં રોગ થવાથી ખાધેલો ખોરાક ટકતો નથી. અજીર્ણ-અપચો અને વમનાદિ થાય છે તેવા જીવને પરમાત્ર તો પચે જ કેમ ? તેવી રીતે કુતર્ક કરનારા જીવની વાસ્તવિક તત્ત્વ પ્રત્યેની ચિંતનશક્તિ જ ક્ષીણ થઈ જાય છે. જેથી બોધ થતો નથી. તો પછી ઉત્તમ શ્રેષ્ઠ શ્રુતરાગ તો થાય જ કેમ?
(૨) શમાપાય - આ કુતર્ક મનની શમશાન્તિનો અપાયનાશ કરે છે. કારણ કે કુતર્ક કરવાથી યથાર્થ વસ્તુ ન સમજાવાથી ખોટો આગ્રહ-કદાગ્રહ બંધાઈ જાય છે. મનથી ને મનથી ખોટા-ખોટા તરંગો અને તુક્કાઓ દોડાવે છે. મન તેવા તુક્કાઓની કલ્પનાઓ કરવામાં ડોળાઈ જાય છે. આકુળ-વ્યાકુળતા અને વિહલતા વધે છે. જેથી મનની શાન્તિ જોખમાય છે. શાન્તિ નાશ પામી જાય છે. '
(૩) શ્રદ્ધાભંગ - જેમ પત્થરવાળી કઠણ પૃથ્વીમાં પાણી પ્રવેશ પામતું નથી અને અંકુરાને થવા દેતું નથી, તેવી જ રીતે હૃદયમાં કુતર્કો રમતા હોય તેવા કઠણ હૃદયમાં આગમના અર્થો અને તેના ઉપરની શ્રદ્ધા પ્રવેશ જ પામતી નથી. કારણ કે કુતર્કવાળી દૃષ્ટિ શ્રદ્ધાની નાશક જ છે. તેથી બોધ થવા રૂપ અંકુરા તો ઉગતા જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org