________________
૧૧૪
આઠ દૃષ્ટિની સઝાય જઈશ તો પણ હાથી મને મારનાર બનવાનો જ છે. અને જો નિકટના લોકોને (પ્રાપ્તને) મારતો હોય તો સૌથી વધારે તું (મહાવત) જ નિકટવર્તી છો. આ હાથી સૌથી પ્રથમ તો તને મારનાર બનવો જોઈએ. માટે બન્ને પક્ષે તારી વ્યાપ્તિ ખોટી છે. આટલું જ્યાં બોલે છે ત્યાં મહાવતે ખસવાનું કહેવા છતાં ન ખસવાથી હાથીએ પકડ્યો. મહાવતે મહામુશ્કેલી એ છોડાવ્યો. સારાંશ કે મહાવતની અનુભવસિદ્ધ વાતમાં અને સર્વલોકમાન્ય વ્યવહારમાં પણ આવા કુતર્ક કરનારા તે વિદ્યાર્થીની જેવી દુર્દશા થઈ તેવી જ દુર્દશા શાસ્ત્રોમાં કુતર્ક કરનારાની થાય છે.
ઉપરોક્ત કુતર્કનો ઉત્તર એ છે કે હાથી અપ્રાણને હણતો નથી. પરંતુ પ્રાણને જ હણે છે. પરંતુ પ્રાપ્ત બે જાતના હોય છે. એક હાથીને વશમાં રાખી શકે તેવા, જેમકે મહાવત, અને બીજો હાથીને વશમાં ન રાખી શકે તેવા, જેમ કે આ મૂર્ખ વિદ્યાર્થી. એમ પ્રાપ્તમાં વશમાં રાખવાની કલાવાનું અને કલારહિતના ભેદને આ મૂર્ખ વિદ્યાર્થીએ જાણ્યો નહીં. અને પ્રાપ્તત્વ ધર્મ માત્રથી સમાનતા જ માત્ર વિચારી. તેથી કુતર્ક આવી સૂક્ષ્મબુદ્ધિનો પ્રતિબંધક જ છે.
મારી પાસે પણ વિદેશમાં લોકોએ આવા ઘણા કુતર્ક કર્યા હતા. જેમ કે “જો ગાયનું દૂધ પીવાય તો માંસ કેમ ન ખવાય? અને જો માંસ ન ખવાય તો દૂધ પણ કેમ પીવાય? આખરે આ બન્ને છે તો એક જ પ્રાણીના અંશો ને ? મારે આવો જવાબ આપવો પડ્યો કે હાથ અને પગ બન્ને એક જ પ્રાણીનાં અંગો છે છતાં માથા ઉપર કોઈ હાથ મુકે તો લોકો રાજી થાય છે. અને પગ મુકે તો રોષાયમાન થાય છે. આમ કેમ? અત્તે છે તો બન્ને એક પ્રાણીના જ અંગો. સારાંશ કે બન્ને અંગો એક પ્રાણીનાં હોવા છતાં એક શુભ નામકર્મના ઉદયવાળું હોવાથી શુભ છે અને બીજું અંગ અશુભ નામકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org