________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૧૯ આત્માને ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત થાય છે. અને મિથ્યાત્વમોહનીય નષ્ટ પ્રાય થઈ જાય છે. અને પરમાત્મા પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા સ્થિર થઈ જાય છે. જે આત્માઓએ રાગ-દ્વેષાદિ મોહના દોષો સર્વથા ત્યજ્યા છે. વીતરાગ બન્યા છે. જગતના ત્રણે કાળના સર્વભાવો જાણવાથી સર્વજ્ઞ બન્યા છે. તેમના વચનોમાં કંઈ પ્રશ્ન કરવાનો કે કુતર્ક કરવાનો હોતો જ નથી. તેઓશ્રી જે કંઈ કહે તે સર્વે સો ટચના સોનાની જેવું સંપૂર્ણ સત્ય જ હોય છે. સર્વજ્ઞ પરમાત્માના વચનોમાં પરસ્પર ભેદ જેવું કે ન સમજાય તેવું, કે વિપરીત લાગે તેવું કંઈ હોતું જ નથી. ll૧૩ નહીં સર્વજ્ઞ જૂજુઆજી, તેહના જે વળી દાસ ! ભગતિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ ||
મનમોહન, ૧૪ો વિવેચન - વેદ્યસંવેદ્ય પદની અને સભ્યત્વગુણની પ્રાપ્તિ હવે અતિશય અલ્પ કાળમાં થવાની છે. મિથ્યાત્વના ભાવો નષ્ટ પ્રાયઃ થયા છે. તેના કારણે કુતર્ક કરવાની બુદ્ધિ પણ હણાઈ જ ગઈ છે. આજ સુધી કરેલા કુતર્કો, તેના કારણે જ્ઞાનીઓની સાથે થયેલો જે વિરોધ અને તેથી પોતાને સાચા જ્ઞાનની અપ્રાપ્તિ જ રહી તેનો પૂરેપૂરો પસ્તાવો સાધક એવા આ આત્માને થાય છે. જ્ઞાનીઓ પ્રત્યે વિનીત થઈને “સર્વજ્ઞ ભાષિત વચન” સમજવા અને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. આજ સુધી “સર્વજ્ઞ કોઈ હોઈ જ ન શકે” એવું માનનારો આ જીવ આ સંસારમાં અનેક જીવો મોહસાગર તરીને જ્ઞાન ઉપરનાં આવરણો તોડીને “સર્વજ્ઞ સર્વદર્શી” બન્યા છે. એવું માનતો થઈ જાય છે. હું પણ મોહસાગર તરીને સર્વજ્ઞ બની શકું છું. આવી પાકી ખાત્રી થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ તેના મનમાં બીજો પણ આવો પાકો નિર્ણય થાય છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org