________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૧૧ સાધુસંગ અને સન્શાસ્ત્રશ્રવણ આ બન્ને અવેદ્યસંવેદ્યપદને જીતવાના શ્રેષ્ઠ ઉપાયો છે. નિરન્તર ઉત્તમ શાસ્ત્રો વારંવાર સાંભળવાથી અને ગીતાર્થ ગુરુ ભગવંતોની અનુભવપૂર્વક વૈરાગ્યવાહિની દેશના સાંભળવાથી આ આત્માના અવેદ્યસંવેદ્ય પદનું બળ(જોર) ઘટે છે. મિથ્યાત્વની જે તીવ્રતા છે તે મંદ થાય છે. અજ્ઞાનદશામાંથી જ્ઞાનદશા આવે છે. આ રીતે જ્ઞાનદશાના બળથી અવેધસંવેદ્યપદ જીતાય છે. •
યોગદષ્ટિ સમુચ્ચયમાં પૂ. આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કેअवेद्यसंवेद्यपदमान्ध्यं दुर्गतिपातकृद्। सत्संगागमयोगेन, जेयमेतन्महात्मभिरः ॥४५॥
અર્થ - બુદ્ધિની અંધતાને કરનારું અને દુર્ગતિમાં પતન કરાવનારું એવું આ અવેદ્યસંવેદ્યપદ મહાત્મા પુરુષોએ સત્સંગ અને આગમજ્ઞાનના યોગ વડે જીતવા યોગ્ય છે.
આ અવેદ્યસંવેદ્ય પદ જો જીતાય તો જ આ આત્મા સરળ અને નમ્ર બને છે. જેમ તપેલું હેમ(સોનું) વાળીએ તેમ વળે, તેવી રીતે સાધુસંગ અને આગમશ્રવણથી આ આત્મા જેમ વાળીએ તેમ વળે છે. આ અવેદ્યસંવેદ્યપદ જો જીતાય તો જ અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં આ જીવ કુતર્ક કરતો અટકે છે. આ જ વાત ગ્રંથકારશ્રી આગળ ઉપર સમજાવે છે. ૧૦
તે જીત્યે સહેજે ટળેજી, વિષમ કુતર્ક પ્રચાર | દૂર નિકટ હાથી હણે જી, જિમ એ બઠરવિચારો
મનમોહન on ૧૧ ગાથાર્થ અવેદ્યસંવેદ્યપદ જીતાવાથી સ્વાભાવિકપણે જ ભયંકર એવા કુતર્કોનો પ્રચાર (મનમાંથી) ટળી જાય છે. કુતર્કનું એક ઉદાહરણ આ પ્રમાણે -જેમ આ હાથી શું દૂરને હણે છે ? કે નિકટનાને હણે છે? આવો બઠર(મૂર્ખ)નો જે વિચાર તે કુતર્ક જાણવો. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org