________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૦૭ છે. તેના માટે ઘણી પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ પાપોદય તીવ્ર હોવાથી આરંભેલી એક પણ પ્રવૃત્તિ ફળદાયી થતી નથી. પરિણામે સંસાર-સુખને ટકાવવામાં જ અને દુઃખને રોકવામાં જ માનવજીવન પૂર્ણ થવા આવે છે. અચિન્ત ચિંતામણિતુલ્ય આ ભવ સમાપ્ત જ થઈ જાય છે. ધર્મગુરુઓ ધર્મદેશના દ્વારા ઘણું ઘણું સમજાવે તો પણ અસારમાં સારબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ વગેરે મિથ્યાજ્ઞાનના કારણે તે જીવની દૃષ્ટિ બદલાતી નથી. અતત્ત્વના અભિનિવેશના કારણે આદરેલી પ્રવૃત્તિઓ નિષ્ફળ જતી હોવા છતાં પણ આ જીવની તે તે પ્રવૃત્તિઓ અટકતી નથી.
(૮) અજ્ઞાનતા - મોહની પારતંત્રતાના કારણે સંસારસુખની તીવ્ર ઝંખના હોય છે. સમર્થજ્ઞાનીઓ સમજાવે તો પણ આ જીવ સમજવા તૈયાર થતો નથી. જ્યાં ઉપાદેયભાવ બુદ્ધિમાં બેઠો છે. તે દુઃખદાયક અને વિવિધ વિડંબનાકારક હોવા છતાં અને ગીતાર્થ જ્ઞાનીઓ સમજાવનાર મળવા છતાં પણ પોતાના વિચારોથી આ જીવ અલ્પ પણ પરાવર્તન પામતો નથી. બલ્ક સમજાવનારા ગીતાર્થ જ્ઞાનીઓ પાસેથી પણ મંત્ર-તંત્ર-જડીબુટ્ટી કે કોઈપણ જાતના દોરાધાગાથી પોતાની સંસારસુખની રસિકતા પોષાતી હોય તો તે કરવા ઝંખે છે. ગીતાર્થ જ્ઞાનીઓ આ વિષયમાં પડતા નથી, એટલું પણ જ્ઞાન આ મૂર્ખમાં હોતું નથી. એટલે તત્ત્વથી આ જીવ સર્વથા અજ્ઞાન હોય છે.
સંસારમાં પણ અર્થ-કામની સાધના કરવામાં જે આત્મા અજ્ઞાની - મૂર્ણ હોય છે તે અર્થ-ઉપાર્જનનું અને કામસુખની પ્રાપ્તિનું કાર્ય કરી શકતો નથી તો પછી આત્મસાધનાના કાર્યમાં જે જીવ અજ્ઞાની હોય છે, તેને સફળતા મળે જ ક્યાંથી ? પરંતુ ભવાભિનંદી જીવ અજ્ઞાની હોવાથી આવી વાતમાં તે મૂર્ખ જ છે. મૂર્ખ માણસ જેમ સંસારમાં ક્યાંય સ્થાન પામતો નથી, વિશ્વાસ પામતો નથી તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org