________________
૧૦૫
ચોથી દીપ્રા દૃષ્ટિ સમજાવીને પણ લુચ્ચાઈ આદરે છે. હૈયામાં જુદા ભાવ અને હોઠે જુદા ભાવ આ જીવોમાં હોય છે. માયાવી માણસોનો કોઈ વિશ્વાસ કરતું નથી. બોલવામાં મીઠાશ રાખે અને હૃદયમાં આકરી કાતર રાખે. આવો માયાવી જીવોનો સ્વભાવ હોય છે. મોક્ષમાર્ગની સાધના કરનારા જીવોએ આ માયા છોડવી જ જોઈએ. સંસારસુખના અર્થી આ ભવાભિનંદી જીવો તો માયા કરે. પરંતુ ઘણી વખત ધર્મક્રિયા આચરનારા, પોતાને ધર્મી માનતા અને કહેવરાવતા એવા પણ કેટલાક જીવો બગલાની જેમ બાહ્ય આચરણ શુદ્ધ રીતે પાળે પરંતુ અંતર પરિણામથી કષાયોની તીવ્ર માત્રાવાળા હોય છે. ઉત્તમ થવાની મનોવૃત્તિવાળાએ આ માયા દોષ દૂર કરવો જ જોઈએ. પાપનો કે પાપના વિપાકનો જેટલો આ જીવને ડર નથી, તેટલો ડર પાપની જાહેરાતનો છે. તે કારણે પાપને છાવરવા અને પોતાની જાતને શુદ્ધ અને મોટી બતાવવા આ જીવ માયા કરે છે. ભવાભિનંદી જીવો માયાથી ભરપૂર હોય છે.
(૫) માત્સર્યયુક્ત - માયા દોષને લીધે જીવને મોટાભાગે પોતાની જાત સારી દેખાડવાની મનોવૃત્તિ સદા હોય છે. તેના માટે જ માયા કરે છે. એટલે મારા કરતાં બીજો સારો છે, આ વાત આ જીવથી સહન થતી નથી. આ ભવાભિનંદી જીવની ઇચ્છા એવી હોય છે કે હું જ સર્વથી સારો દેખાઉં. બીજા બધા મારાથી હીન દેખાય. પરંતુ સંસારમાં એવું બનતું નથી. બીજા જીવો પણ અનેકગુણે કરી સારા હોઈ શકે છે. ત્યારે તે જીવોનું સારાપણું આ જીવને ખટકે છે. દુઃખદાયી થાય છે. તેના ગુણોમાં પણ દોષો જ કાઢે છે. અન્ય આત્માના ગુણો સહન કરવાની પાત્રતા આ જીવમાં હોતી નથી. આ જ માત્સર્યભાવ છે. પરની ચઢતીમાં સદા દુઃખી થવું, પરના ગુણોમાં પણ દોષો દેખવા, આ સર્વ માત્સર્ય છે. આ જીવમાં ઘણી વખત એવા સ્વભાવો હોય છે કે બે જીવોએ સાથે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org