________________
૧૦૪
આઠ દૃષ્ટિની સઝાય તે વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા તે લોભ કહેવાય છે. અન્યશાસ્ત્રમાં આ દોષનું નામ “લાભરતિ” કહ્યું છે. હંમેશાં વધારેને વધારેની ઇચ્છાવાળો, લાલચુવૃત્તિવાળો, પાંચ મળે તો પચીસની ઇચ્છાવાળો થાય, અને પચીસ મળે તો સોની ઇચ્છાવાળો થાય. આવા પ્રકારની લાભરતિ-લાલચુવૃત્તિ આ જીવમાં હોય છે.
(૨) કૃપણ - સુદ્રતાવાળો, તુચ્છતાવાળો, થોડુક સંસારસુખ મળે તો પણ રાજા રાવણ જેટલું અભિમાન કરનારો, હર્ષાવેશમાં આવી નાચનારો, આ જીવ હોય છે. તથા બીજાની નાની ભૂલને પણ જતી ન કરનાર, અનુદાર, નાની વાતને મોટી કરીને ક્રોધાદિ કરનાર, તુચ્છ પ્રકૃતિવાળો આ જીવ હોય છે. પોતાને કોઈ અલ્પ પણ નુકશાન કરે તો મહાભારત જેવું યુદ્ધ કરનારો જે જીવ તે કૃપણ કહેવાય છે.
(૩) દયામણો-દયાપાત્ર -દીન-આ આત્મા જ્યારે જુઓ ત્યારે જાણે ઘણા દુઃખથી દબાયેલો જ ન હોય, માથે જેમ દુઃખના પહાડ પડ્યા હોય તેમ દીનતાવાળો જ થઈને જીવે. આખી દુનીયાનું દુઃખ જાણે પોતાના માથે જ આવી પડ્યું હોય એમ ગ્લાનિવાળો, ઉદાસ થઈને જ ફરે છે. અલ્પ પણ દુઃખ સહન કરવાની સહનશીલતા હોતી નથી. સુખની અતિશય આસક્તિના કારણે જ્યાં ત્યાં પોતાનાં દુઃખો જ ગાતો ફરે જેથી કદાચ કોઈ દયા કરે. દુઃખ સહન કરવાની ટેવ પાડ્યા વિના આત્મસાધના થતી જ નથી. કોઈપણ દુઃખ ચિરસ્થાયી હોતું જ નથી. પછી કંઈક સમભાવે ભોગવે તો આ દીનતા દૂર કરી શકાય છે. અવેદ્યસંવેદ્યપદના પ્રતાપે આ દીનતા જીવમાંથી જતી જ નથી.
(૪) માયાવીપણું -કપટવૃત્તિ-શઠતા-લુચ્ચાઈ-દંભસેવન. ભવાભિનંદી જીવો સાચે જ શઠ એટલે લુચ્ચાઈવાળા હોય છે. પોતાનો સ્વાર્થ સાધવા સામેની વ્યક્તિને ગમે તેમ આડું અવળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org