________________
૧૦૩
ચોથી દીપ્રા દૃષ્ટિ
આવા જીવોનું આ અવેદ્યસંવેદ્યપદ ઘણુ મજબૂત હોય છે. વજની જેમ ન ભેદી શકાય તેવું કઠોર-અભેદ્ય હોય છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે -
अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम्। भवाभिनन्दिविषयं, समारोपसमाकूलम्॥५॥
ભવાભિનંદી જીવ ભવસુખમાં જ આનંદ માનનાર છે. વારંવાર દુઃખ અનુભવવા છતાં પણ સંસારસુખની પ્રીતિ વિષ્ટાના કીડાની જેમ જતી નથી. સાંસારિક સુખની અતિશય આસક્તિના કારણે ભવાભિનંદી જીવ અનેક પ્રકારના દોષોથી ભરેલો હોય છે. તે દોષો હવે પછીની ગાથામાં સમજાવે છે. ૮
લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ ! ભવાભિનંદી ભયભર્યોજી, અફલ આરંભ અયાણ ||
મનમોહન હો ગાથાર્થ - ભવાભિનંદી એવો જીવ લોભી, કૃપણ, દયાનું પાત્ર, માયાવી, માત્સર્યયુક્ત, ભયોથી ભરેલો, નિષ્ફળ આરંભ કરનાર, અને અજ્ઞાની હોય છે.
વિવેચન - ભવાભિનંદી જીવ અવેદ્યસંવેદ્ય પદના પ્રભાવ નીચે દબાયેલો છે. તે પદના પ્રભાવે આવા પ્રકારના જીવમાં નીચે મુજબના આઠ દોષો પ્રધાનતાએ હોય છે.
(૧) લોભી - માંગવાના સ્વભાવવાળો, યાચકવૃત્તિ યુક્ત. પોતાની પાસે અનેક વસ્તુ હોવા છતાં પણ કોઈની પાસેથી કોઈ વસ્તુ મળી શકે તેમ હોય તો લેવાનું નહી ભૂલનારો જીવ લોભી કહેવાય છે. પોતાને અનુકૂળ કોઈપણ વસ્તુ જો અન્ય પાસે દેખે અને મળી શકે તેમ લાગે તો અનેકવિધ ઉપાયો અજમાવીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org