________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
અને સુખના ઉપાયો ઉપર પ્રીતિ પણ ઘટી જ જાય છે. આ સુખનો રાગ જ મને સંસારમાં ડૂબાડે છે. એવું સાચું ભાન થાય છે. દૃષ્ટિ ઉઘડવાથી સાચું ભાન અને વૈરાગ્ય થવાથી સુખ-દુઃખ ઉપરના રાગદ્વેષને બદલે મુક્તિસુખનો રાગ અને સંસારસુખનો દ્વેષ વર્તે છે.
આ પ્રમાણે સંસારસુખ દુઃખ ઉપરની અનાદિની રાગદ્વેષની ગાંઠ અહીં ભેદાય છે. પ્રથમની ત્રણ દૃષ્ટિઓના અભ્યાર્સ દ્વારા આ ગ્રન્થિ એ ગ્રન્થિ છે એમ ઓળખાય છે. જ્યારે આ ચોથી દૃષ્ટિ દ્વારા તેનો ભેદ કરાય છે. જેમ એક સોપારી ગાંઠરૂપ હોવાથી ખાઈ શકાતી નથી. પરંતુ તેનો ચૂરો કરવાથી તે સુખે સુખે ખવાય છે. તેવી રીતે રાગ-દ્વેષની આ ગાંઠ ભેદાવાથી હવે જીવને પાંચમી દૃષ્ટિ શરૂ થતાં જ સમ્યક્ત્વની અને વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. તેની પ્રાપ્તિ માટેની આ સાધક આત્માની ભૂમિકા અતિશય મજબૂત થઈ જાય છે-પાયો ઘણો મજબૂત થઇ ગયો છે.
22
ગ્રન્થિભેદ થવાથી અને સમ્યક્ત્વ તથા વેદ્યસંવેદ્યપદ અતિશય આસન્ન હોવાથી તેમજ વિવેકબુદ્ધિ વિશેષ વિકસિત થયેલ હોવાથી આ આત્મા પાપપ્રવૃત્તિ આદરતો નથી. પાપપ્રવૃત્તિ ત્યજતો જ જાય છે અને ધર્મપ્રવૃત્તિ આદરતો જ જાય છે. કાચ કોઈ પૂર્વબદ્ધ કર્મનો
ઉદય તીવ્ર હોય અને તેની પરાધીનતાથી કોઈ પાપપ્રવૃત્તિ આ જીવને કદાચ કરવી જ પડે તો પણ તે પ્રવૃત્તિ અન્તિમ છે. છેલ્લી છે. હવે પછી આવી પ્રવૃત્તિ નથી જ કરવાની, એમ સમજીને હૃદયના ભાવ વિના આચરે છે. એટલું જ નહીં પરંતુ પાપનો ડર એટલો બધો . આ આત્મામાં વ્યાપી ગયો છે કે સાધક આત્માને જે કોઈ સાંસારિક જવાબદારીઓના પ્રતિબંધને કારણે પાપપ્રવૃત્તિ કરવી પડે છે તે પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય લાગે છે.
સારાંશ કે તપેલા લોઢા ઉપર પગ મૂકવો જ પડે તેવા સંજોગો ઊભા થાય તો તે કાળે લોઢા ઉપર પગ મૂક્યો ન મૂક્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org