________________
૯૮
આઠ દૃષ્ટિની સઝાય તે પદ ગ્રન્વિવિભેદથી જી, છેહલી પાપપ્રવૃત્તિ તસલોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અને નિવૃત્તિ |
મનમોહન પાછા ગાથાર્થ - આ વેદ્યસંવેદ્યપદ ગ્રન્થિભેદ કરવાથી આવે છે. તેમાં પાપપ્રવૃત્તિ અન્તિમ જ હોય છે. અને તે પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય કરે છે. અને અન્ત તે પાપની પણ નિવૃત્તિ (અભાવ) થાય છે. છા
વિવેચન - આ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ગ્રન્થિભેદથી સાધક આત્માને પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી આ આત્મા સંસારસુખોનો ખૂબ જ રસિક છે. અને દુઃખોનો વૈષક છે. તેના કારણે સુખો ઉપર અને સુખના ઉપાયો ઉપર ખૂબ જ રાગ વર્તે છે. અને દુઃખો ઉપર તથા દુઃખના ઉપાયો ઉપર અતિશય દ્વેષ વર્તે છે. દુઃખમય એવા આ સંસારમાં દુઃખપ્રાપ્તિની કોઈની પણ અલ્પમાત્રાએ પણ ઇચ્છા ન હોવા છતાં પહાડ જેટલાં દુઃખો દરેકને આવી પડતાં નજરે નિહાળાય છે. સુખ કદાપિ કોઈનું કાયમ ટકતું નથી. અને કોઈ પણ પ્રકારનું સુખ અનેક ઉપાધિઓ વાળું જ હોય છે. ઉપાધિઓથી મુક્ત હોતું જ નથી. તથાપિ સુખનો રાગ અને દુઃખનો દ્વેષ આ આત્માને અંધ બનાવે છે. આ અજ્ઞાન જ ભવભ્રમણાનું કારણ બને છે.
આ દૃષ્ટિમાં આવનારા મુમુક્ષુ સાધક આત્માની આંખ ખુલે છે. આત્મા જાગે છે. તત્ત્વશ્રવણના પ્રતાપે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ આત્માને હવે સંસારના સુખનો અને સુખના સાધનોનો રાગ મોળો પડે છે. ઘટી જાય છે. હવ-પ્રહત થઈ જાય છે. તેના બદલે મુક્તિના સુખનો રાગ તીવ્ર બને છે. સંસારનાં બંધનોમાંથી છુટવાની તીવ્ર ઇચ્છા વર્તે છે. દુઃખ અને દુઃખના ઉપાયો ઉપરનો દ્વેષ ઘટી જાય છે. જેમ દુઃખ ઉપર દ્વેષ ઘટે છે, તેમ સંસારનાં સુખો ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org