________________
૯૬
આઠ દૃષ્ટિની સઝાય ભૂપ ત્યારે કહેવાય કે જ્યારે પોતે લડાઈમાં ઉતરીને ભૂમિનું રક્ષણ કરતો હોય ત્યારે. ઈત્યાદિ.
આ પ્રમાણે સમજનારા આત્માના જેટલા ભિન્ન ભિન્ન આશય વિશેષો છે. તેટલા નાયો છે. એટલે નયો અપાર છે. છતાં ઉપરોક્ત સાતમાં તે સર્વેનો સમાવેશ થાય છે. હવે નિક્ષેપા એટલે પણ વસ્તુને સમજવા માટેના જે પ્રકારો - રસ્તાઓ તેને નિપા કહેવાય છે. તેના ચાર ભેદ છે. (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ભાવ. આ ચારનું સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) નામ - કોઈપણ વસ્તુને ઓળખવા માટે, આદાનપ્રદાન કરવા માટે તેનું પાડેલું જે નામ, તે નામ પણ વસ્તુનું સ્વરૂપ છે. જેમ કોઈ છોકરાનું પાડેલું “દેવેન્દ્ર” એવું જે નામ તે નામ માત્રથી દેવેન્દ્ર છે. અથવા જે સાચો દેવેન્દ્ર છે તેનું પણ દેવેન્દ્ર એવું જે નામ છે તે નામનિક્ષેપ કહેવાય છે. | (૨) સ્થાપના - એટલે આકૃતિ - ચિત્ર - પ્રતિબિંબ. જેમકે દેવલોકમાં દેવોનો જે ઇદ્ર છે. તેનું ચિત્ર, તેની આકૃતિ, તેનું પુતળું વગેરે.
(૩) દ્રવ્ય - ભાવનિક્ષેપાની આગળ-પાછળની જે અવસ્થા તે દ્રવ્ય. જેમકે દેવેન્દ્રપણાના ભવની પૂર્વનો ભવ અથવા પછીનો ભવ કે જેમાં તે દ્રવ્ય દેવેન્દ્ર કહેવાય છે. દ્રવ્યનો અર્થ ભાવની પૂર્વાપર અવસ્થા.
(૪) ભાવ - જે વસ્તુનું જેવું સ્વરૂપ છે. તેવા સ્વરૂપમાં વસ્તુનું વર્તવું. જેમ કે સાચેસાચ જે દેવ પોતે ઇંદ્રપણાને પામ્યો હોય, ઇન્દ્રપણાને શોભાવતો હોય તે ભાવથી દેવેન્દ્ર કહેવાય છે.
આ પ્રમાણે પ્રત્યેક વસ્તુઓ પરત્વે નય અને નિક્ષેપાઓની સમજપૂર્વકનું સાપેક્ષતા પૂર્વકનું (એકાન્ત આગ્રહ વિનાનું) જે ઉત્કટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org