________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
(૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩)
વ્યવહાર, (૪) ૠજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. એમ કુલ ૭ નયો છે. તેના સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે -
૯૪
6.
(૧) નૈગમનય - જે વસ્તુમાં વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ન હોય પરંતુ કાર્યકારણ આદિ સંબંધોને લીધે આરોપ - ઉપચાર કરાય, કલ્પના કરાય તે નૈગમનય, જેમ નદીના કાંઠાને નદી કહેવી, વરસતા વરસાદને સોનું વરસે છે'' એમ કહેવું, પ્રભુની પ્રતિમામાં પ્રભુપણું માનવું, હાથીના પુતળાને હાથી કહેવો, ‘‘આ રસ્તો ક્યાં જાય છે ?'' એમ બોલવું તે સર્વે ઔપચારિક વાક્યો હોવાથી નૈગમનય કહેવાય છે. તત્ત્વાર્થની ટીકામાં ૩૫ચારવદુતો વ્યવહાર: એમ પણ કહ્યું છે તે નૈગમનય વ્યવહારમાં પણ સમાય છે. તે દૃષ્ટિએ જાણવું.
(૨) સંગ્રહનય - સંગ્રહ કરવાની, એકીકરણ કરવાની જે બુદ્ધિ, અભેદદર્શક જે અભિપ્રાય તે. જેમ કે ત્રસ હોય કે સ્થાવર હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, પરંતુ સર્વે જીવો સમાન છે એવી બુદ્ધિ, હરિજન હોય કે સવર્ણ હોય પરંતુ સર્વે માનવ સમાન છે. એવો અભિપ્રાય તે સંગ્રહનય, એકીકરણવાળી અભેદ તરફ ઢળેલી જે દૃષ્ટિ તે સંગ્રહનય.
(૩) વ્યવહારનય પૃથક્કરણ કરવાવાળી જે દૃષ્ટિ તે, ભેદગ્રાહી જે આશય તે વ્યવહારનય, જેમ કે જીવોના બે ભેદ-ત્રસ અને સ્થાવર, માનવના ચાર ભેદ બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્ર. આ પ્રમાણે ભેદગ્રાહક જે દૃષ્ટિ તે વ્યવહારનય, આ નય કોઈપણ વસ્તુના નજીકના ભૂત-ભાવિ અને વર્તમાન એમ ત્રણે કાળને માન્ય રાખે છે. જેમ કે શેઠના છોકરાને પણ શેઠ કહે. રાજાના છોકરાને પણ રાજા કહે, પ્રધાનપણેથી મુદત પૂરી થવાથી ઉતરી ગયેલાને (માજી પ્રધાનને) પણ પ્રધાન કહે. ગર્ભકાલાદિથી તીર્થંકર પ્રભુને તીર્થંકર સમજે. ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org