________________
આઠ દૃષ્ટિની સઝાય - યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે -
वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम्। तथाऽप्रवृत्तिबुद्धयाऽपि, स्याद्यागमविशुद्धया॥७३॥ तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम्। अन्वर्थयोगतस्तन्त्रे, वेद्यसंवेद्यमुच्यते ॥४॥
અર્થ - શ્રી આદિ(સ્ત્રી અને ધન વગેરે) અપાયાદિનું (દુઃખનું) જ કારણ છે. માટે તેમાં પ્રવર્તવા જેવું નથી. એ પ્રમાણે આગમના અભ્યાસથી નિર્મળ થયેલી એવી બુદ્ધિપૂર્વક વેદ્ય વસ્તુ
જ્યાં સમજાય છે ત્યાં સારી રીતે આત્મા ઉપાદેયમાં સ્થિર અને હેયમાં અસ્થિર રહેતો હોવાથી તેવા પ્રકારના ભિન્નગ્રન્થિ આદિના લક્ષણવાળા પદને શાસ્ત્રોમાં વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. ૭૩-૭૪ો.
આ સંસારમાં અતિશય રાગના પાત્ર તરીકે ગણાતાં સ્ત્રી અને ધન આદિ (સ્ત્રીને આશ્રયી પુરુષ અને ધન આદિ)દુઃખનાં જ કારણ છે. તેની પ્રાપ્તિ માટે પણ અનેક પ્રકારનાં સાહસ-મુશ્કેલીઓસંકટોકુલેશો-કડવાશ અને માનસિક મુંઝવણો વહોરવી પડે છે. પ્રાપ્ત થયા પછી તેઓનાં મન સાચવવાં, ઇચ્છાએ કે અનિચ્છાએ પણ તેઓને અનુકૂળ વર્તવું જ પડે છે. તેથી એક જાતનું મહાબંધન મનમાં લાગે છે. અનુકૂળ વર્તવા છતાં સગવડતા - અગવડતા પડતાં ક્ષણમાં ખુશી અને ક્ષણમાં નાખુશી, ક્ષણમાં રાગ, ક્ષણમાં રીસ, કજીયા-કડવાશ, ઈષ્ટવિરહ-અનિષ્ટ સંયોગ, ઇત્યાદિ દુઃખોથી જ ભરેલો આ સંસાર છે. તેના વિયોગકાળે તેનાથી પણ અપાર દુઃખ આ જીવને લાગે છે. આવું સુંદર જ્ઞાન જ્યારે આગમાનુસારી બુદ્ધિથી થાય છે. તથા તે સ્ત્રી અને ધનાદિ અપાયનાં કારણ હોવાથી તેમાં પ્રવર્તવા જેવું નથી. તે દુઃખદાયી જ છે. ત્યજવા જેવું જ છે. એવા પ્રકારનું જે સ્થાનમાં સમજાય છે. તથા મુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org