________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૯૧ વેદ્ય બંધ શિવ હેતુ છે જી, સંવેદન તસ નાણ. નય નિક્ષેપે અતિભલું જી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ.
મનમોહનO IFા ગાથાર્થ - બંધનાં અને મુક્તિનાં જે કારણો છે તે “વેદ્ય” કહેવાય છે. તે બન્નેનું જે જ્ઞાન છે તેને સંવેદન કહેવાય છે. નય અને નિક્ષેપાઓ પૂર્વક વેદ્યભાવોનું અતિશય ભલું એવું જે જ્ઞાન તે વેદ્યસંવેદ્યપદ છે. એમ તમે પ્રમાણપૂર્વક જાણી. II૬ll
વિવેચન - આ આત્મા મોહની પરાધીનતાના કારણે અનાદિકાળથી સંસારના સુખોનો અતિશય રાગી અને દુઃખોનો અત્યન્ત કેવી છે. તેના કારણે જ સુખનાં સાધનોનું અને દુ:ખનાં સાધનોનું જ્ઞાન ઓછી મહેનતે સહેલાઈથી પ્રાપ્ત થાય છે. સુખદુઃખ, અનુકૂળ-પ્રતિકૂળ, સગવડતા-અગવડતા, મિત્ર-શત્રુ, આ બધા ભાવો વિના ઉપદેશે આ જીવને સમજાઈ જ જાય છે. સમજવા પ્રયત્ન કરવો પડતો નથી. પરંતુ સંસારની જન્મ-મરણાદિ દુ:ખોની ખાણોમાંથી ઉગારનાર જે તત્ત્વજ્ઞાન છે તે જ સાચું “વેદ્ય' જાણવા યોગ્ય છે. તેને જ અહીં “વેદ્ય” તરીકે સમજાવે છે.
કર્મબંધનાં કારણો શું ? અને કર્મોના ક્ષય દ્વારા પ્રાપ્ત થનારી મુક્તિનાં કારણો શું ? અર્થાત્ બંધ અને શિવનાં જે જે કારણો છે તે જ આત્માર્થી જીવોને સાચેસાચ જાણવા યોગ્ય છે. જેથી બંધકારણોને છોડીને શિવકારણોને આદરી શકે. માટે બંધ અને શિવનાં કારણો તે વેદ્ય સમજવાં. તેનું શાસ્ત્રોને અનુસારે નય અને નિક્ષેપાઓ સાથે જે સૂક્ષ્મજ્ઞાન થાય છે તે જ્ઞાનને વેદ્યસંવેદ્ય કહેવાય છે. આવા પ્રકારનું જ્ઞાન જે સ્થાનમાં થાય છે તે સ્થાનને પદ કહેવાય. એટલે બંધ અને શિવનાં કારણોનું નય તથા નિક્ષેપાઓ પૂર્વક યથાર્થ જ્ઞાન જે સ્થાનમાં થાય છે તે સ્થાનને “વેદ્યસંવેદ્ય પદ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org