________________
1
sl.
ચોથી દીપ્રા દૃષ્ટિ
૯૫ ' (૪) ઋજુસૂત્રનય - વર્તમાનકાળને જ પ્રધાનપણે દેખે, ભૂત-ભાવિને જે ગૌણ કરે છે, જે શેઠપણે વર્તતા હોય તેને શેઠ સમજે, જેનો રાજ્યાભિષેક થયો હોય તેને રાજા સમજે, તીર્થકર પ્રભુ કેવલી થાય ત્યારે જ તીર્થકર કહેવાય. ઈત્યાદિ રીતે વર્તમાનને જ પ્રધાનપણે ગણે.
- તથા પોતાની વસ્તુને જ પોતાની માને, પરાયી વસ્તુને પોતાની ન માને તે પણ ઋજુસૂત્રનય. જેમ કે પોતાના પિતા પાસે, પોતાના ભાઈ પાસે અથવા પોતાના પુત્ર પાસે ઘણું ધન હોય તો પણ તેનાથી પોતાને ધનવાન જે ન સમજે, પરંતુ પોતાની માલિકીના પોતાના ધનથી પોતાને ધનવાન સમજે એવો જે અભિપ્રાય તે ઋજુસૂત્રનય.
(૫) શબ્દનય - શબ્દને મુખ્ય કરીને જે વાત કરે તે. શબ્દના લિંગ-વચન અને જાતિ પ્રમાણે જે અર્થનો ભેદ કરે તે. જેમ કે વર્તમાન ચોવીસીમાં ૨૪ તીર્થકર ભગવન્તો થયા હોવા છતાં ૨૩ તીર્થકર ભગવન્તો થયા અને એક મલ્લિનાથપ્રભુ તીર્થકરી થયા એમ જે લિંગભેદ આદિ સમજે તે.
(૬) સમભિરૂઢનય - શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે થતા અર્થને જે સમજે, તેને જ પ્રધાન કરે છે, જેમ વન પતિ રૂતિ : અને મુવં પતતિ મૂ: જે રાજા હોવા છતાં મનુષ્યોનું જ પ્રધાનપણે રક્ષણ કરે(અને ભૂમિને જતી કરે) તે નૃપ કહેવાય, અને જે ભૂમિનું જ પ્રધાનપણે રક્ષણ કરે(પરંતુ મનુષ્યોના રક્ષણને ગૌણ કરે) તે ભૂપ કહેવાય.
(૭) એવંતભૂતનય - શબ્દના અર્થ પ્રમાણે ક્રિયાપરિણત અર્થને જે સ્વીકારે છે. નૃપને પણ નૃપ ત્યારે કહેવાય કે જ્યારે પોતે લડાઈમાં ઉતરીને મનુષ્યોનું રક્ષણ કરતો હોય તો, ભૂપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org